Main Menu

પ્રવિણભાઈ ગઢવી કોંગ્રેસમાં જોડાયા

પાલીતાણા – પાલીતાણા નગરપાલીકામાં ચાર વાર પ્રમુખ પદે ચૂંટાયેલા અને પાલીતાણા ના.શ.સ.મંડળીના પ્રમુખ પ્રવિણભાઈ ગઢવીએ ગુરુવારે કોંગ્રેસમાં જોડાયા હતા.
વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાંથી રાજીનામું આપી જનચેતના પાર્ટીમાંથી લડનાર પ્રવિણભાઈ ગઢવીએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસમાં જોડાયા હતા. તેમજ તેમની સાથે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મયુરસિંહ સરવૈયા(ડેમ)એ પણ કોંગ્રેસનો ખેચ ધારણ કર્યો હતો.
આ બંને દિગ્ગજ નેતાઓનો કોંગ્રેસમાં પ્રવેશ થવાથી પાલીતાણાના રાજકારણમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. ગુરુવારે પ્રદેશ કાર્યાલયે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૃ, તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ, પ્રદેશ મહામંત્રી હૈયાતખાન બ્લોચ, હાજરીમાં જોડાયા હતા. આ પ્રસંગે પાલીતાણાના કિરીટભાઈ ગોહિલ, ડાયાભાઈ ચોસલા, રમેશભાઈ, હારૃનભાઈ સોલંકી, ગફારભાઈ પાદરશી અને હાજર રહ્યા હતા.






Comments are Closed