Main Menu

વીએસનું ૧૬૪.૯૮ કરોડનું બજેટ મંજુર

 

અમદાવાદ,તા.૨૪
શહેરની વી.એસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સૂચવેલા રૂ.૧૬૧.૨૫ કરોડના બજેટમાં વી.એસ. હોસ્પિટલ ના અધ્યક્ષ એવા મેયર ગૌતમભાઇ શાહે આજે વ્યવસ્થાપમંડળે સૂચવેલા ૩.૭૨ કરોડના વધારા સાથે કુલ રૂ.૧૬૪.૯૮ કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. સાથે સાથે મેયરે વી.એસ.હોસ્પિટલ માં નવા સાધનોની ખરીદી અને અન્ય જાગવાઇઓ અંગેની રૂપરેખા પણ આપી હતી. પરંતુ વી.એસ હોસ્પિટલ ના વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષના આ બજેટમાં સૌથી ચોંકાવનારી અને આશ્ચર્યજનક વાત તો એ હતી કે, કુલ બજેટમાં એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ માટે રૂ.૮૮.૨૪ ટકા એટલે કે, રૂ.૧૪૫.૫૭ કરોડ ખર્ચની જાગવાઇ કરાઇ છે, જયારે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટેની દવા, સર્જીકલ માટે માત્ર ૨.૬૧ ટકા એટલે કે, માત્ર રૂ.૪.૩૦ કરોડ રૂપિયાની જાગવાઇ કરાઇ છે. આમ, વીએસ હોસ્પિટલ નું બજેટ એકંદરે પ્રથમ દ્રષ્ટિએ એસ્ટાબ્લીશમેન્ટ બજેટ હોય તેવું લાગી રહ્યું છે કે જેમાં ગરીબ દર્દીઓની દવા અને સારવારની વાત કયાંક હાંસિયામાં ધકેલાઇ ગઇ હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. શહેરના મેયર અને વી.એસ.હોસ્પિટલ ના વ્યવસ્થાપક મંડળના ચેરમેન ગૌતમભાઇ શાહના અધ્યક્ષસ્થાને મળેલી બોર્ડ બેઠકમાં વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ મંજૂર કરાયું હતું. વી.એસ. હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ દ્વારા કુલ રૂ.૧૬૧.૨૫ કરોડનું બજેટ અગાઉ રજૂ કરવામાં આવ્યું હતું, જા કે, વી.એસ.ના અધ્યક્ષ એવા મેયરે તેમાં રૂ.૩.૭૨ કરોડનો વધારો સૂચવ્યો હતો અને પરિણામે કુલ રૂ.૧૬૪.૯૮ કરોડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું હતું. આ અંગે મેયર ગૌતમભાઇ શાહે જણાવ્યું હતું કે, વી.એસ હોસ્પિટલ માં નવા વર્ષે દર્દીઓના આરોગ્ય અને સારવારને ધ્યાનમાં રાખી નવા સાધનો, મશીનો,હોસ્પિટલ ના કલરકામ સહિતના કામો અંગે પ્રાધાન્યતા આપવામાં આવી છે. તો, હોસ્પિટલ માં દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓ દ્વારા ડોકટર્સ અને સ્ટાફ પર છાશવારે થતાં હુમલા અને ઘર્ષણની પરસ્થતિને ધ્યાનમાં લઇને વી.એસ.હોસ્પિટલ માં સૌપ્રથમવાર ચીફ સીકયોરીટી ઓફિસરની નિમણૂંક કરવાનું નક્કી કરાયું છે. હોસ્પિટલ માં રૂ.૩૮ લાખના ખર્ચે બે નવા એનેસ્થેસીયા વર્ક સ્ટેશન વીથ મલ્ટીપેરા મોનીટર વસાવવામાં આવશે.
હોસ્પિટલ માં હાલ એનેસ્થેસીયા બોઇલ્સ એપરેટર્સ તરીકે વપરાય છે, તે ૨૦ વર્ષ કરતાં વધુ જૂના થઇ ગયા છે, તેથી આ બે નવા મશીન વસાવવાનો નિર્ણય લેવાયો છે અને માટે બજેટમાં રૂ.૩૮ લાખની જાગવાઇ કરાઇ છે. આ જ પ્રકારે રૂ.૧૬ લાખના ખર્ચે વીડિયો બ્રોન્કોસ્કોપ ખરીદવામાં આવશે કે જેની મદદથી ગળાની તકલીફ કે સારવારના કિસ્સામાં દર્દીને સહેલાઇથી શ્વાસનળી મારફતે વીડિયો મોનીટરમાં જાઇને ટયુબ નાંખવી શકય બનશે અને દર્દીને ગળાના ભાગે કાણું પાડવાની જરૂરિયાત ઓછી થઇ જશે. તો, મહિલાઓ માટે વંધ્યત્વ, કસુવાવડ, માસિકની અનિયમિતતા, ફાયબ્રોઇડ, ગર્ભાશયના કેન્સર જેવી પરિસ્થતિમાં રીસેસ્ટોસ્કોપ સાધનની મદદથી મોટી વાઢકાપ વિના નિદાન સારવાર શકય બનશે. રૂ. બે લાખના ખર્ચે આ રીસેસ્ટોસ્કોપ સાધન વસાવાશે. આ સિવાય રૂ.૨૫ લાખના ખર્ચે કલર ડોપ્લાર સોનોગ્રાફી મશીન(૪ ડી) વસાવવામાં આવશે કે જેની મદદથી શરીરમાં નોનઇનવેઝીવ પધ્ધતિથી ધમની અને શિરા સહેલાઇથી જાઇ શકાય છે. ગર્ભસ્થ માતામાં પ્લેસેન્ટનાની ઉપસ્થિત તથા બાળકના હૃદયમાં લોહી બરાબર વહે છે કે નહી, હૃદયની ખોડખાંપણ, બાળકના મગજમાં લોહી જતી નળીની તપાસ આ સાધનની મદદથી થઇ શકે છે. આ જ પ્રકારે રૂ.૨૦ લાખના ખર્ચે થ્રી ચીપ કેમેરા ફોન લેપ્રોસ્કોપી મશીન અને રૂ.૧૦ લાખના ખર્ચે એમએમ ઓપરેટીવ હિસ્ટ્રોસ્કોપ સાધન વસાવવામાં આવશે. મહિલાઓના ગાયનેક પ્રોબ્લેકમ અને વંધ્યત્વ નિવારણમાં આ મશીનો બહુ ઉપયોગી થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રૂ.દોઢ લાખના ખર્ચે ૧૨ ચેનલ ઇસીજી મશીન ખરીદવામાં આવશે. તો, રૂ.૩.૩૦ લાખના ખર્ચે ઇન્ફ્યુઝન પમ્પ છ નંગ ખરીદવામાં આવશે કે જેની મદદથી દવાઓનો મીનીમમ ડોઝ જેમ કે માઇક્રો મીલીલિટર પ્રતિ કલાકના સમયે રૂટીન ઇન્ટ્રાવીન્સ પધ્ધતિ દ્વારા પૂરો પાડી શકાય છે. જયારે રૂ.૨.૮૦લાખના ખર્ચે મલ્ટીપેરા મોનીટર ચાર નંગ ખરીદવામાં આવશે.
આ સિવાય ઓકિસજન પ્લાન્ટની સુરક્ષા માટે આરસીસીની કોંક્રીટ દિવાલ બનાવવા બજેટમાં રૂ.પાંચ લાખની જાગવાઇ કરાઇ છે. તો, રૂ.૩૦ લાખના ખર્ચે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ડામરનો રોડ રીસસરફેસીંગ કરવામાં આવશે. જયારે રૂ.૭૮.૪૦ લાખના ખર્ચે વોર્ડ નં-૧ અને ૨ની વચ્ચે સીએમએચમાં બે એક્સટર્નલ લીફ્ટની સુવિધા ઉભી કરાશે. આ જ પ્રકારે હોસ્પિટલમાં રૂ.સાત લાખના ખર્ચે સફાઇના સાધનો ખરીદવામાં આવશે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળહોસ્પિટલમાં પણ સફાઇના ધોરણો જળવાઇ રહે તે હેતુથી હાઇડ્રોલીક ટ્રોલી નંગ-૧, ફલોર કલીનર મશીન નંગ-૨, સેફ્ટી બેલ્ટ નંગ-૧૦ અને મેલેરિયા નાબૂદી માટે ફોગીંગ મશીન-૧ મળી કુલ સાત લાખના ખર્ચે આ સફાઇના સાધનો વસાવાશે.« (Previous News)