Main Menu

શિહોરમાંથી જુગાર રમતા 5 ઈસમ ઝડપાયા

ભાવનગર જિલ્લાનાં શિહોર પો.સ્ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલને બાતમીરાહે મળેલ હકિકત આધારે શિહોર,લીલાપીર દરગાહ સામે આવેલ ડુંગરની ઓથમાં રેઇડ કરતાં જાહેરમાં ગોળ-કુંડાળું વળી ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૫ માણસો ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૨૦,૩૨૦/-,મોબાઇલ નંગ-૫ કિ.રૂ. ૨,૫૦૦/- મળી કુલ રૂ.૨૨,૭૩૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

  1. ઇમ્તીયાઝ બાબુભાઇ સરવૈયા
  2. આરીફભાઇ રજાકભાઇ
  3. હુસૈનભાઇ ઉર્ફે બાડો ઇશાભાઇ
  4. અલ્ફાઝ ઉર્ફે દાદી હનીફભાઇ રાંધનપરા
  5. ઇસુબભાઇ જમાલભાઇ સૈયદ