Main Menu

જુગાર રમતાં ૬ ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

પો.હેડ કોન્સ. કિરીટસિંહ ડોડિયા તથા હર્ષદભાઇ ગોહિલને બાતમીરાહે મળેલ હકિકત આધારે ભાવનગર, બોરતળાવની પાળ પાસે,ભેખડ પાસે રેઇડ કરતાં જાહેરમાં ગોળ-કુંડાળું વળી મોબાઇલની લાઇટનાં અંજવાળે ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૬ માણસો ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૧૬,૩૮૦/-,મોબાઇલ નંગ-૬ કિ.રૂ. ૨૪,૦૦૦/-તથા અલગ-અલગ કંપનીનાં મો.સા.-૪ કિ.રૂ.૬૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૫,૩૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

  1. ભરતભાઇ ભુપતભાઇ માઘર
  2. સાજીદભાઇ દાજીભાઇ ગલીયાણી
  3. નિલેષભાઇ નાનજીભાઇ મીઠાપરા
  4. અજયસિંહ મહિપતસિંહ જાડેજા
  5. ગૌતમભાઇ ઉકાભાઇ ચૌહાણ
  6. રાજેન્દ્દસિંહ હમીરજી રાણા

આમ,જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં છ ઇસમને કુલ રૂ.૧,૦૫,૩૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડવામાં ભાવનગર એલ.સી.બી. પોલીસેને સફળતા મળેલ છે.



« (Previous News)