Main Menu

પાલીતાણા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની હરાજી શરૂ

પાલીતાણા, 21
પાલીતાણા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની હરાજી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદ પ્રસરી ગયો છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાલીતાણા માર્કેટીંગમાંથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જેના કારણે પાલીતાણા પંક અને આસપાસના ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાની ખેત પેદાશ મગફળીની હરાજી કરવા માટે માર્કેટીંગ યાર્ડમાં આવ્યા હતા. જેના કારણે યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ હતી. હરાજી વેળાએ યાર્ડના ચેરમેન નાગજીભાઈ વાઘાણી, વાઈસ ચેરમેન ભગીરથસિંહ સરવૈયા સહિતની ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાએ પણ યાર્ડની મુલાકાત લઈ ખેડૂતોના પ્રતિભાવો જાણ્યા હતા.