Main Menu

ચ.મો. વિદ્યાલયમાં બાળકોને સંસ્કારલક્ષી પ્રવચન અપાયું

ચેલન્જર,પાલીતાણા,
૩૦મીએ શરૂ થઈ ૭ ફેબ્રુઆરીએ મેવાડ ભવનમાં થનારી ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા નિમિત્તે પાલીતાણા હસ્તગીરી રોડ પર આવેલ નુન સુણતર ભવનમાં Âસ્થરતા કરી રહેલ ૩૮૪ દીક્ષા દાનેશ્વરી આચાર્ય શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી તેમના શિષ્યરત્ન જૈનાચાર્ય વિજય રÂશ્મરત્નસૂરીશ્વરજી મ.સા.એ શનિવારે ચ.મો. વિદ્યાલયમાં પધારી માધ્યમિક અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માર્મિક પ્રવચન આપ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ અહિંસાના બળે સંપૂર્ણ ભારતને આઝાદી અપાવી. વિશ્વમાં અહિંસા ધર્મ અને એક મહાન તપ પણ છે. મહાત્મા ગાંધીજીના ત્રણ વાંદરા ખોટું જાવું નહીં. ખોટું બોલવું નહી અન ખોટુ સાંભળવું નહીં. ખોટુ વિચારવું નહી અને ખોટુ કરવું નહી આ બે વાંદરા ઉમેરી તેમણે ભારતીય સંસ્કૃતિનો ઉપદેશ આપ્યો હતો. પાલીતાણાના વીરપુરુષોનો ઇતિહાસ બતાવી બાળકોમાં શુરાતન જગાડ્યું હતું. નરેન્દ્રભાઈ કામદારે સુંદર આયોજન કરેલ.
આજે મુંબઈ અમદાવાદથી આવેલ એક હજારથી વધુ ભાઈઓ-બહેનોએ ચોવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરી હતી. અને ત્રીજા ભવે મોક્ષ નક્કી થયાનો પૂર્ણ સંષ માન્યો હતો. આ અનેક તપસ્વીઓમાં નાના મોટા ગુરુભગવંતો પણ જાડાયા હતા. તેમાં ૨ વર્ષ અગાવ દિક્ષિત થયેલ દિલ્લાના ઉદ્યોગપતિ ભંવરલાલજી દોશી એટલે મુનિરાજશ્રી ભવ્યરત્નવિજયજી પણ જાડાયા હતા. અને ચોવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા પૂર્ણ કરી હતી.



(Next News) »