Main Menu

પાલીતાણામાં ઉપધાન તપ આરાધનાનું અનુષ્ઠાન


ચેલેન્જર,પાલીતાણા,
આ.ભ.શ્રી યોગતિલક સૂરીશ્વરજી મ.સા. આદી ૫૧ સાધુ ભગવંતો અને ૧૨૫ સાધ્વીજી ભગવંતોની નિશ્રા અને સાનિધ્યમાં ૪૭ દિવસીય નમસ્કાર મહામંત્રની આરાધનારૂપ ઉપધાન તપનો મંગલ પ્રારંભ તા.૨૪-૧૨-૧૭ રવિવારથી પ્રારંભ થયો છે. જેમા ૨૫૦ ભાઈઓ અને ૫૫૦ બહેનો તપારાધનમાં જાડાય છે. આ આરાધનામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પં.બંગાલ અને એન.આર.આઈ. ભાઈ-બહેનો અપૂર્વ ધર્મોલ્લાસ સાથે પ્રતિક્રમણ અને આવશ્યક ક્રિયાઓ વ્યાખ્યાન, પડીલેહન અને સાંજના દિવસીય પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ અપ્રમત્ત ભાવે કરી રહ્યા છે.
પૂ.આ.યોગતિલકસૂરીશ્વરજી મ.સા. સવારના અને સાંજના વિશાળ ધર્મસભાને સંબોધન કરી અદ્‌ભુત દેશના આપી રહ્યા છે. પૂ.શ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે આત્મોન્નતિ અને આધ્યાÂત્મક ઉત્કર્ષ માટેના ૪૭-૩૫-૨૮-૧૮ દિવસોના ઉપધાન તપમાં જાડાયેલા તપસ્વીઓને નિત્ય ૧૦૦ લોગસ્સનો કાર્યોત્સર્ગ અને ૧૦૦ ખમાસમાણા વિ.આવશ્યક ક્રિયાઓ કરવાની હોય છે. ૩૫ તપસ્વીઓ માળ પરિધાન કરવાના છે તેમજ તપશૃંખલામા ૨૧ ઉપધાન ૧૫ નિવી અને ૧૧ આયંબિલની આરાદના કરવાની રહે છે.
આ તપોત્સવના માર્ગદર્શક પૂ.પં. શ્રી આર્યતિલકવિજયજી મ.સા., પં.પૂ.શ્રી શ્રુતતિલકવિજયજી મ.સા.એ માહિતી આપતા જણાવ્યું કે સોનામાં સુગંધ મળે તેમ આ ઉપધાન તપ પ્રસંગની સાથે અમદાવાદ મુકામે દીક્ષીત બનેલા ૨૬ નૂતનદીક્ષિત પૂ.સાધુ-સાધ્વીજી મ.સા.ની વડી દીક્ષાનો શા†ીય પ્રસંગ તા.૨૭-૦૧-૧૮ શનિવારના રોજ આયોજિત કરવામાં આવેલ છે. શ્રી શાંતિ-કનક શ્રમણોપાસક ટ્રસ્ટ અને અધ્યાત્મક પરિવારના અગ્રણી હિતેશભાઈ મોતાએ જણાવ્યું કે આ ભવ્ય ઉપધાન તપની મોક્ષમાળાનો દિવ્ય પ્રસંગ તા.૧૧-૦૨-૧૮ રવિવારના દિવસે પાલીતાણા મુકામે આયોજિત કરવામાં આવેલ છે.
આભાર – નિહારીકા રવિયા






Comments are Closed