Main Menu

મુમુક્ષુ કુ.મોક્ષાલીબેન સંયમ જીવન ગ્રહણ કરશે

ચેલેન્જર,સુરત ઃ વાવ બનાસકાંઠાની ધન્યધરા પર આજથી ૧૬ વર્ષ પૂર્વ મહેતા મહાસુખલાલ મણીલાલ ભાદાણી પરિવારમાં સંયમના માંડવા મંડાયા હતા. પરિવારની લાડલી દિકરી શિલ્પાબેને તા.૩૦-૧-૨૦૦૨ના શુભ દિને સંયમ અંગીકાર કર્યો હતો. તેના પછી આજથી બરાબર ૪ વર્ષ પૂર્વે અમદાવાદ (રાજનગરે) ૪ મુમુક્ષુઓએ સંયમ અંગીકાર કર્યો હતો. તે ઐતિહાસિક પ્રસંગે ૨૩ આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં મહેતા પરિવારને સંપન્ન થઈ હતી. ત્યારબાદર આજે સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. મુમુક્ષુ કુ.મોક્ષાલીબેન વિક્રમભાઈ મહેતા ૧૬ મુમુક્ષુઓ સાથે સંયમજીવન ગ્રહણ કરશે. તે પ્રસંગે તા.૨૧-૧-૧૮ના રોજ નિવાસ સ્થાનેથી વર્ષીદાન યાત્રાનો પ્રારંભ થયો હતો. સંઘ એકતાના શિલ્પી પ.પૂ.આ.ભ. ઓમકાર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના સરળ સ્વભાવી પ.પૂ.આ.ભ. અરવિંદ સૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.ભ.શ્રી યશોવિજયજી મ.સા., આદિ ગુરુ ભગવંતોની નિશ્રામાં ફાગણ સુદ ૪ સોમવાર તા.૧૯-૨-૨૦૧૮ના રોજ સંયમ જીવન ગ્રહણ કરશે.