Main Menu

શહેરમાં સાયકલ દિવસની ઉજવણી


અમદાવાદ,તા. ૨૧
તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ- સક્ષમ ૨૦૧૮ અંતર્ગત શહેરમાં આજે સાયકલ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૩૦૦થી વધુ સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો. તો સાથે સાથે તેલ અને ગેસના વપરાશમાં બચત કરી તેના સંરક્ષણ અને જાળવણી માટે ઉપÂસ્થત વિશાળ જનસુમદાય દ્વારા શપથ લેવામાં આવ્યા હતા અને માનવ સાંકળ રચવામાં આવી હતી. આ પ્રસંગે ઇÂન્ડયન ઓઇલ કોર્પોરેશનના ગુજરાતના એકઝીકયુટીવ ડાયરેકટ સંજીવકુમાર જૈને જણાવ્યું હતું કે, સાયકલના ઉપયોગથી પણ પેટ્રોલિયમ પેદાશોની બચત અને પર્યાવરણનું રક્ષણ સુંદર રીતે થઇ શકે છે. તેમણે રોજબરોજની જીંદગીમાં વાહનો અને પેટ્રોલ-ડિઝલ અને ગેસનો વધુ પડતો ઉપયોગ કરવાને બદલે સાયકલનો વપરાશ વધારવા પર ભાર મૂકયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત પાસે પેટ્રોલિયમ પેદાશોના મર્યાદિત સંશાધનો સામે ભાવિ પડકારો બહુ છે અને જા હુજ પણ આપણે તેલ, ગેસ સહિતની પેટ્રોલિયમ પેદાશોની ગંભીરતા કે તેનું મૂલ્ય સમજીશું નહી તો, આવનારી પેઢીને તેના માઠા પરિણામો ભોગવવાની પરિÂસ્થતિનું નિર્માણ થશે. સક્ષમના આ મહાઅભિયાનમાં ગુજરાતનો જન-જન જાડાઇ તેમા ંલોકભાગીદારી થાય તે જ અમારો આશય છે. એક મહિના સુધી ચાલનારા તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ-૨૦૧૮ દરમ્યાન લોકોને કાર પુલીંગ કરવું, વાહનોમાં થતું લીકેજ કેવી રીતે અટકાવવું, ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ હોય ત્યારે વાહન બંધ કરી પેટ્રોલ-ડિઝલની બચત કરવી, પેટ્રોલ-ડિઝલ, ગેસનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સહિતની બાબતોની સમજણ આપી જાગૃતિ ફેલાવાશે. સાબરમતી રિવરફ્રન્ટ પાર્ક ખાતે આજે સવારે સાત વાગ્યે સાયકલ રેલીનો આરંભ થયો હતો. જેને તેલ ઉદ્યોગના રાજયકક્ષાના સંયોજક સંજીવકુમાર જૈન, રમેશચંદ્ર પટનાયક, જીએમ-રિટેલ (એચપીસીએલ), એનડી અગ્રવાલ ડીજીએમ-રીટેલ(બીપીસીએલ), આર કુમાર સીજીમ-ગેઇલ અને ગુજરાત સ્ટેટ સાયકલ ફેડરેશનના કે.પટેલ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ સાયકલ રેલી ૧૨ કિલોમીટરનું અંતર કાપી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સમાપ્ત થઇ હતી. આ પ્રસંગે ૩૦૦થી વધુ સાયકલીસ્ટો, ઉપÂસ્થત વિશાળ જનસુમદાય સહિતના લોકોને પેટ્રોલિયમ પેદાશોના સંરક્ષણ, તેની જાળવણી અને તેના વિવેકપૂર્ણ ઉપયોગ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.