Main Menu

પંન્યાસ શ્રી મોક્ષરત્નવિજયજીને આચાર્ય પદનું મુર્હૂત પ્રદાન કર્યું

પરમ પૂજ્ય ગિતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવ સૂરીશ્વરજી મહારાજાએ હલધરૂ પુણ્યતારા ઉપધાન તપના માંડવે શિષ્યરત્ન પંન્યાસ શ્રી મોક્ષરત્ન વિજયજી ગણિવરને આચાર્ય પદ પ્રદાનનું મૂર્હૂત પ્રદાન કર્યું.
આજીવન ગુરુ અંતેવાસી, સંઘ-શાસન સેવા કાર્યે તત્પર પંન્યાસજી મહારાજે પદ પ્રદાન કરવાની વિનંતી ઘણા સમયથી ગચ્છાધિપતિશ્રીને કંઈ કેટલાક ગુરુ ભગવંતો, સંઘો, શ્રાવકો અનેક સંસ્થાઓ અને અગણિત ગુરુભક્તોએ કરેલી હતી અને ગુરુદેવશ્રી પણ શિષ્યના ગુણ, પાત્રતા અને ક્ષમતાને પરખી આચાર્ય પદ પ્રદાન કરવા તત્પર થઈને દાદા ગુરુદેવની દિવ્ય છાયામાં સુરત ગુરુરામ પાવન ભૂમિ મધ્યે ત્રિદિવસીય મહોત્સવ સહિત પંન્યાસ પ્રવર શ્રી મોક્ષરત્ન વિજયજી મહારાજ સાહેબને આચાર્ય પદ પ્રદાન કરવાનું મુર્હુત પત્ર પૂજ્ય ગુરુદેવશ્રીએ પુણ્યતારા પરિવારના ઉપધાન તપ કરી રહેલા શ્રી ઉત્સવ ઉર્વિષભાઈ બોકડિયાને સૌપ્રથમ આપ્યું. જેને ડહેલાના સમુદાયના શ્રાવકોએ સભા સમક્ષ જાહેર કર્યું. અને શુભ મંગલ ફાઉન્ડેશન ટ્રસ્ટી કમિટીએ સ્વીકાર્યું.
ગુરુરામ જન્મ શતાબ્દી વર્ષ અંતર્ગતના સમાચાર જાણી સમસ્ત જૈન સમુદાયમાં આનંદની લહેર છવાઈ રહી છે.
વિવિધ અનુષ્ઠાનો સાથે ત્રિદિવસીય મહોત્સવ તા.4-5-6 ફેબ્રુઆરી 2017 આચાર્ય પદ પ્રદાન દિન મહા સૂદ 10, સોમવાર, તા.6-2-2016 સ્થળ ગુરુરામ પાવન ભૂમિ, શુભ મંગલ ફાઉન્ડેશન, પાલ હજીરા રોડ, સૂરત, ગુજરાત