Main Menu

જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

પો.કોન્સ સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,ગઢેચી વડલા,રાજહંસ કોમ્પ્લેકસની સામેનાં નાળા નીચે જાહેરમાં અમુક માણસો ભેગાં મળી ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૬ માણસો રોકડ રૂ.૧૦,૫૦૦/- તથા ગંજીપતાનાં પાના તથા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૬,૫૦૦/- મળી કુલ રૂ.૧૭,૦૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

  1. મનોજભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ
  2. મથુરભાઇ ભોળાભાઇ બારૈયા
  3. ભરતભાઇ મગનભાઇ ગાંગડિયા
  4. વાલજીભાઇ ઉર્ફે વાલો કેશુભાઇ ડાભી
  5. મુકેશભાઇ બોઘાભાઇ દુબડ
  6. હર્ષદ ઉર્ફે ડેંડુ જગદિશભાઇ ખોખર

આમ,જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં છ ઇસમને કુલ રૂ.૧૭,૦૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડવામાં ભાવનગર એલ.સી.બી. પોલીસેને સફળતા મળેલ છે.