Main Menu

ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેતી એલ.સી.બી.

આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસમાં હતાં.તે દરમ્યાન પો.કો. શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ઘોઘા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૨૬૨/૧૭ પ્રોહી. એકટ કલમઃ-૬૫એ,ઇ,૧૧૬ બી, ૮૧,૯૮(૨) મુજબનાં ગુન્હાનાં કામે પકડવાનાં બાકી આરોપી ભરતસિંહ ચકુભા રાયજાદા તથા અર્જુનસિંહ ખુમાનસિંહ રાયજાદા રહે.બંને ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગરવાળા તખ્તેશ્વર મંદિર પાસે ઉભા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં (૧) ભરતસિંહ ચકુભા રાયજાદા ઉ.વ.૨૬ રહે.રામદેવપીર મંદિર પાછળ, ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગર (૨) અર્જુનસિંહ ખુમાનસિંહ રાયજાદા ઉ.વ.૨૧ રહે.ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગરવાળા હાજર મળી આવેલ.જેથી તેઓ બંને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેઓને નિલમબાગ પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.અને તેઓને ઘોઘા પોલીસ સ્ટેશનનાં પોલીસનાં હવાલે કરવાની તજવીજ હાથ ધરેલ છે.

આમ, ઘોઘા પોલીસ સ્ટેશનનાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ,કિરીટસિંહ ડોડિયા,હર્ષદભાઇ ગોહિલ, ભીખુભાઇ બુકેરા,ભહિપાલસિંહ ચુડાસમા, શકિતસિંહ ગોહિલ,કેવલભાઇ સાંગા,મીનાઝભાઇ ગોરી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.