Main Menu

જનસંપર્ક કાર્યક્રમનું આયોજન જામવાળી ગામમાં કરાયું.

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય ભાવનગર દ્વારા પાલીતાણાના જામવાળી ગામ ખાતે વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરી ભારત સરકારની ચાલી રહેલી વિવિધ યોજનાઓ તેમજ સરકારના સ્વચ્છતા મિશનને વેગ આપતું નવું અભિયાન “સ્વચ્છ આંગણ,સ્વચ્છ દ્વાર” નામના અભિયાનથી લોકોને માહિતગાર કરાયા.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સાંસદ સભ્ય ડૉ.ભારતીબેન શિયાળ,તળાજા માર્કેટિંગયાર્ડના પ્રમુખ ધીરુભાઈ શ્યાળ તેમજ પાલીતાણા તાલુકાના ટીડીઓ બાથાણીસાહેબ,દેના બેંકના મેનેજર,પાલીતાણા આઈ.ટી.આઈ.ના સિનિયર ઇન્સ્ટ્રક્ટર,તેમજ વિવિધ સામાજિક કાર્યકરો,તેમજ જામવાળી ગામના સરપંચની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય ભાવનગરના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી દ્વારા ભારત સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરાયા તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા
ચાલતી યોજનાઓ સંદર્ભે જાણકારી પુરી પાડી તેમજ સૌને સ્વચ્છતા અંગે જાગૃત થવા અપીલ કરી,દેનાબેન્ક ના મેનેજર દ્વારા બેંકના વ્યવહારો,ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ટ્રાન્જેક્શનને ગતિ આપતા વિવિધ ઉપકરણોનું નિદર્શન કરાયું, આઇ.ટી.આઈ.ના સિનિયર ઇન્સ્ટ્રક્ટર દ્વારા સ્કિલ ઇન્ડિયા અને પ્રધાનમંત્રી કૌશલ્ય વીમા યોજના અંતર્ગત તમામ માહિતી અપાઈ.
કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે ભારત સરકારના સ્વચ્છતા અભિયાનમાં સૌ કોઈએ સહયોગ આપી સ્વચ્છતા જુંબેશને વેગવંતી બનાવવા અનુરોધ કર્યો હતો.સાથે જ ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વર્તમાન સરકાર દ્વારા કરાતા સંનિષ્ઠ પ્રયાસોને બિરદાવતા નવું સ્વચ્છતા અભિયાન “સ્વચ્છ આંગણ,સ્વચ્છ દ્વાર”માં જોડાઈ જવા લોકોને અપીલ કરી.
સાથે જ સરકારની વિવધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગરથઈ તેનો લાભ લેવા લોકોને જણાવ્યુ.
કાર્યક્રમ દરમિયાન વિવધ સ્પર્ધાઓના વિજેતાને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા તેમજ સૌ કોઈએ સ્વચ્છતા ના શપથ લીધા હતા.સરકારના વિવધ વિભાગો દ્વારા પ્રદર્શન નિદર્શન સ્ટોલનું પણ આયોજન કરાયું .સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લેતા કાર્યક્રમનો હેતુ સાર્થક થયો.