Main Menu

ગ. શ્રી અભયદેવસૂરી મ.મગરવાડા તીર્થમાં પધાર્યા

(દિપક ગોહીલ)
ચેલેન્જર,મગરવાડા,તા.૧૬
ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.ભ.શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.એ ત્રિદિવસીય મૌન સાધના પૂર્વક ચૌવિહારો, અઠ્ઠમનો તપની સુંદર આરાધના કરેલી છે. મહા પ્રભાવશાળી યક્ષરાજ શ્રી માણિભદ્ર વીર દાદાના દરબાર શ્રી મગરવાડા તીર્થ મૌન નિર્જલા અઠ્ઠમની સુંદર આરાધના સાધના કરેલ છે. મગરવાડા મધ્યે પૂજ્ય ગુરુદેવશ્રીની નિશ્રામાં શ્રી માણિભદ્ર વીર હવન થયું. જેમા ગુરુભક્તોએ પધારી લાબ લીધો. અત્રે સકળ સિદ્ધિદાયક શ્રી પાર્શ્વનાથ જિનાલયના મુખ્ય ગેટનો લાભ ગુરુદેવશ્રીના પ્રેરણાથી સાધારણ દ્રવ્ય દ્વારા લેવાયો. ચાંદીનું ૪ છત્ર, ૨ તોરણના સુંદર ચઢાવા થયાં. આવતીકાલે તા.૧૭-૧-૧૮ પાલનપુર ખોડાલિમ્બડા મધ્યે અઠ્ઠમનું પારણુ થશે. તા.૧૮-૧-૧૮ ચિત્રાસણી મુકામે સવારે ૧૦ કલાકે બેસતા મહીનાનું મહામાંગલિક રહેશે.