Main Menu

દરિયાઈ જળને સ્વચ્છ રાખવા કોસ્ટ ગાર્ડની ઝુંબેશ

Gujarat chief minister vijay Rupani watch exercise ‘SWACHH LEHAR’ of Indian coast guard from on board ship in Arabian sea near mundra port for exercise ‘SWACHH LEHAR’ for A National Pollution Response Exercise at Sea on 21 December 2016 The conduct would include SIMULATION of Crude Oil Leak from an oil tanker followed by an onboard explosion at sea and subsequent life saving and pollution control actions by the Indian Coast Guard.

અમદાવાદ, તા.૨૧
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા કચ્છના અખાતમાં મુન્દ્રા નજીક હાથ ધરવામાં આવેલી નેશનલ પોલ્યુસન રીસ્પોન્સ એક્સરસાઈઝનું નિરીક્ષણ કર્યું હતું. ૧૬૦૦ કિ.મી લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતની વ્યૂહાત્મકતા ધ્યાને લઈને કોસ્ટગાર્ડ દ્વારા પ્રથમવાર આ કેસરસાઈઝ ગુજરાતમાં યોજવામાં આવી છે. વિજય રૂપાણીએ આ એક્સરસાઈઝ દ્વારા સમુદ્રના પાણીમાં પ્રસરતુ ઓઈલ અને અને અન્ય પ્રદુષકો દુર કરવાની સાથે જો કોઈ દુર્ધટના આના પરિણામે સર્જાય તો તેને કઈ રીતે રોકી શકાય તે માટેની સમગ્ર પ્રક્રિયાનું બે કલાકથી વધુ સમય ચાલેલી આ એક્સરસાઈઝ દરમિયાન રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. વિજય રૂપાણીએ ત્યારબાદ માધ્યમો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને ગંદકી મુક્ત કરવા ઉપાડેલા જનઆંદોલન સ્વચ્છ ભારતની જેમ જ તટરક્ષક દળે સ્વચ્છ સાગર માટે આ મહાઅભિયાન ઉપાડ્યું છે. તેમાં તટરક્ષક દળને પુરો સહયોગ આપીશું. મુખ્યમંત્રીએ સામુદ્રીક જૈવિક સંપદાના રક્ષણ તથા સાગર સીમા સાચવવાના દાયીત્વમાં ભારતીય તળરક્ષકની જે અહેમ ભૂમિકા રહી છે તેની પણ પ્રસંશા કરી હતી. તેમણે ભારત સરકારના સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત થયેલા કામોની વિગતો પણ રજુ કરી હતી અને ગુજરાતના પોર્ટના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.આ એક્સરસાઈઝમાં નેવી, એરફોર્સ સમેત સેનાના ૨૫૦થી વધુ જવાનોએ ભાગ લીધો હતો  અને અકસ્માતે દરિયામાં ઓઈલ પ્રસરવા દરમ્યાન એને કેવી રીતે રોકી શકાય તેનું નિદર્શન કર્યું હતું. ૭૩૦૦૦ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા કચ્છના અખાતમાં કંડલા, મુન્દ્રા જેવા બંદરો આવેલા છે, જેનાંથી ભારતના કુલ આયાતના ૭૪ ટકા કાચાતેલની આયાત થાય છે. ભારતના કુલ ૨૭ સિંગલ મુરિંગ પોઈન્ટ પૈકી ૧૧ માત્ર કચ્છના અખાતમાં છે અને વળી, રિલાયન્સ તથા એસ્સાર કંપનીની રિફાયનરી કચ્છના અખાતમાં જ કાર્યરત છે. એથી અહીં આયાત તથા કાચા તેલની આયાત મોટા પ્રમાણમાં રહે છે. કચ્છના અખાતમાં મેન્ગ્રુવ અને પરગાળાના બેટ પણ આવેલા છે. જે જૈવિક સંપદાનો એક ભાગ છે. આ જૈવિક વિવિધતાને દરિયાઈ પ્રદુષણના કારણે નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવા માટે ભારતીય તટરક્ષક દળને નોડેલ એજેન્સી નિયુક્ત કરવામાં આવી છે. ભારતીય જળ સીમામાં માલવાહક જહાજમાં અકસ્માતના કારણે ઓઈલ પ્રસરવાની શક્યતા વધુ રહે છે. આવા સંજોગોમાં પ્રદુષણ કેવી રીતે અટકાવી શકાય એની કવાયત કોસ્ટ ગાર્ડ દ્વારા છેલ્લા ૬ વર્ષથી રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે. આ વખતે કચ્છના અખાતમાં આ કવાયત હાથ ધરવામાં આવી હતી. મુન્દ્રા પોર્ટ નજીક સ્વચ્છ સાગર અભિયાન હેઠળ હાથ ધરવામાં આવેલી નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઈઝ, નેટરોલરેક્ષ-૬ કવાયતમાં બે પોલ્યુશન કન્ટ્રોલ વેસેલ, બે ઓફ શોર પેટ્રોલ વેસેલ, બે ઈન્ટરસેપ્ટર બોટ, બે ફાસ્ટ પેટ્રોલિંગ બોટ, એરફોર્સના બે એરક્રાફ્ટ, એક હેલીકોપ્ટરે ભાગ લીધો હતો.જેમાં તટરક્ષક દળના જવાનોએ દરિયાઈ સફર દરમિયાન જહાજમાં આગ લાગે ત્યારે તેને કેવી રીતે કાબુમાં લઈ શકાય, લોકોને સલામત રીતે બચાવવાની કામગીરી કેવી રીતે થાય છે, એનું બખુબી નિદર્શન કર્યું હતું.