Main Menu

ભગવાન પાર્શ્વનાથ જન્મ કલ્યાણક

સમાધિ મરણને સુલભ કરનાર પોષ દશમી તપ ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણક તથા દીક્ષા કલ્યાણક સાથે આવતું હોઇ તેની આરાધના મારવાડી પોષ વદ ૯, ૧૦, ૧૧ (પોષ દશમીની અઠ્ઠમ તપની) અને ગુજરાતી માશગર વદ ૯, ૧૦, ૧૧ને દિવસે આ તપની શરૂઆત થાય છે.
આ તપ ત્રણ પ્રકારે કરી શકાય છે.

દશ વર્ષ ને દશ માસ સુધી માગશર વદ ૯, ૧૦ને ૧૧ એ પ્રમાણે ત્રણ દિવસના આરાધનથી. -જીવનપર્યન્ત પોષ દશમી- માગશર વદ ૧૦ના આરાધનથી. -દશ વર્ષ પર્યન્ત પોષ દશમી- માગશર વદ ૧૦ના આરાધનથી.

શ્રેણિક રાજાએ રાજગૃહીના ઉદ્યાનમાં મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો કે ભગવંત! પોષ માસમાં કયો દિવસ ઉત્તમ ગણાય? ભગવંત મહાવીરે શ્રેણિક રાજાને જણાવ્યું કે, પોષ દશમ એ મારા પુરોગામી ત્રેવીસમા તીથઁકર પાર્શ્વનાથ ભગવંતનો જન્મદિન છે, તે કારણે તેનું અતિ માહાત્મ્ય છે.

આ તપ પોષ દશમી એટલે ગુજરાતી માગશર વદ દશમના દિવસને અનુસરીને થાય છે. તેમાં પ્રથમ નવમીને દિવસે સાકરના પાણીનું એકાસણું કરવું ને ઠામ ચોવિહાર કરવો. દશમીને દિવસે એકાસણું કરી ઠામ ચોવિહાર કરવો તથા અગિયારસને દિવસે ત્રિવિહાર એકાસણું કરવું. એકાસણું કરીને ત્રિવિધ્ય આહારનું પચ્ચક્ખાણ કરવું. ત્રણે દિવસ બ્રહ્નચર્ય પાળવું. બંને વખત પ્રતક્રિમણ કરવું.

જિનમંદિરમાં જઇ અષ્ટ પ્રકારી અથવા સત્તરપ્રકારી પૂજા ભણાવવી. સ્નાત્ર મહોત્સવ કરવો. નવ અંગે આડંબરપૂર્વક ભગવાનની પૂજા કરવી. ગુરુ પાસે આવી સિદ્ધાંતનું શ્રવણ કરવું. આ પ્રમાણે દસ વર્ષ સુધી કરવું. વળી તપને દિવસે (માગશર વદ ૧૦ મે) પૌષધ કરવો. આ પ્રમાણે જે તપ કરે છે તેની મનોકામના સિદ્ધ થાય છે. આ લોકમાં ધનધાન્યાદિક પામે, પરલોકમાં ઇંદ્રાદિક પદ પામે અને છેવટે મોક્ષ પદ પામે.

‘ઓમ્ હ્રી શ્રી પાર્શ્વનાથાર્હતે નમ:’ એ પદનું ગરણું વીસ નવકારવાળી પ્રમાણે ગણવું.

પાર્શ્વપ્રભુનાં વિહાર ક્ષેત્રો વારાણસીનગરીની બહાર આશ્રમપદ ઉદ્યાનમાં પાર્શ્વકુમાર પ્રવ્રજિત બન્યા. આશ્રમપદ ઉદ્યાનથી પ્રભુ કોચકટનગર પધાર્યા. ત્યાં ધન્ય નામના ગૃહપતિએ પરમાનંદથી પ્રભુને અઠ્ઠમ તપનું પારણું કરાવ્યું. ત્યાંથી વિહાર કરતા પ્રભુ કાદંબરી અટવીમાં પધાર્યા. ત્યાં મહીધર હાથીની પ્રભુ પૂંજના અને કલીકુંડ તીર્થની ઉત્પત્તિની ઘટના બની. વિચરતા પ્રભુ પાર્શ્વ શિવનગરીની બહાર કૌશાંબ ઉદ્યાનમાં પધાર્યા. ભક્તિભાવે ધરણેન્દ્રે પરમાત્મા પર છત્ર ધર્યું અને શિવનગરી ‘અહિચ્છત્રા’ નામથી પ્રસિદ્ધ બની. ત્યાંથી વિહાર કરી પ્રભુ રાજપુર નગરમાં પધાર્યા. ત્યાં ઇશ્વર રાજાના જાતિસ્મરણ જ્ઞાન અને કુર્કુટેશ્વર તીર્થની સ્થાપનાના પ્રસંગો બન્યા. ત્યાંથી પ્રભુ પુન: આશ્રમપદ ઉદ્યાનમાં પધાર્યા.

મેઘમાળીએ પરમાત્મા પર ઉપસર્ગોની ઝડી વરસાવી અને પરમાત્માએ અનંત જ્ઞાનની પ્રાપ્તિ વારાણસીનગરીના ઉદ્યાનમાં કરી. આશ્રમપદ ઉદ્યાનમાંથી વિહાર કરી પ્રભુ મથુરાનગરીમાં પધાર્યા. દેશનામાં પ્રભુએ ચતુર્વેદ ધર્મનો ઉપદેશ કર્યો. મથુરાનગરીથી પ્રભુ પાર્શ્વસ્વામી વીતભય, શ્રાવિસ્ત, ગજપુર, મિથિલા, કોંપિલ્યપુરી, પોતનપુર, ચંપાપુરી, કાકંદીપુરી, શુક્તિમતીપુરી, કૌશલપુર, રત્નપુર, સાકેતનપુર તથા નાગપુરી આદિ મહાનગરોમાં વિચરતા વારાણસીનગરીમાં પધાર્યા ત્યાં ગર્વિષ્ઠ સોમિલ વિપ્રને પ્રતિબોધ પમાડ્યો તથા શિવ, સુંદર, સોમ અને જય નામના ચાર મુનિઓને તેમની મોક્ષગમન સંબંધી પ્úચ્છાઓનો પ્રત્યુત્તર આપ્યો. વારાણસીથી વિહાર કરી પ્રભુ આમલકલ્પા નગરીના કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા ત્યાં નંદશ્રેષ્ઠિના પરિવારને પ્રભુએ ધર્મનું દાન કર્યું. પોતાના નિવૉણકાળને નિકટવર્તી જાણીને પ્રભુ પાર્શ્વસ્વામી ત્યાંથી વિહાર કરી બિહારના સમેતશિખર ઉપર પધાર્યા. સમેતશિખર ઉપર પ્રભુ નિવૉણ પામી મુક્તિપુરીમાં પધાર્યા.

૩૦ વર્ષની ભરયુવાન વયે પાર્શ્વકુમારે દીક્ષા અંગીકાર કરી. આશ્ચર્યની વાત તો એ છે કે પિતા અશ્વસેન રાજાએ પણ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી!
જૈન ધર્મમાં અત્યારે પ્રભુ મહાવીરનું શાસન ચાલુ છે. પ્રભુ મહાવીર પહેલાં ૨૩મા તીથઁકર પાર્શ્વનાથ પ્રભુ થઇ ગયા. પાર્શ્વનાથ ભગવાનનું જીવન પણ જાણવા જેવું છે. વારાણસીનગરીમાં અશ્વસેન રાજાને ત્યાં વિશ્વકલ્યાણની ભાવના ધરાવનાર એવા શક્તિશાળી પુત્રનો જન્મ થયો. તીથઁકર પરમાત્માનો જ્યારે આ પૃથ્વી પર જન્મ થાય છે ત્યારે અસહ્ય દુ:ખોમાં ખદબદતા નરકના જીવોને પણ ક્ષણવાર માટે સુખનો અનુભવ થાય છે.
તીથઁકર પરમાત્માનો જન્મ થાય છે ત્યારે દેવો પ્રભુનો જન્મમહોત્સવ ઊજવવા પ્રભુને મેરુ પર્વત પર લઇ જાય છે. આ રીતે બાળપ્રભુને પણ દેવો જન્મ મહોત્સવની ઊજવણી કરવા મેરુ પર્વત પર લઇ જાય છે અને ખૂબ જ ઠાઠમાઠથી પ્રભુનો જન્મ મહોત્સવ ઊજવી બાળપ્રભુને ‘વામાદેવી’ના કરકમલમાં સોંપવામાં આવતા રાજા અશ્વસેને બાળકનું નામ ‘પાર્શ્વકુમાર’ રાખ્યું.સમય- સમયનું કામ કરે જ જાય છે. પાર્શ્વકુમાર યુવાનીના ઉંબરે પહોંચી જતાં રાજા અશ્વસેન તેમજ વામાદેવીએ પાર્શ્વકુમારનાં લગ્ન ‘પ્રભાદેવી’ સાથે ધામધૂમપૂર્વક કર્યાં.

તીથઁકર, પરમાત્મા થવા માટે જેનું સર્જન થયું છે તે આત્માને રાજમહેલનાં
ભવ્ય સુખો પણ તુચ્છ લાગે છે. ૩૦ વર્ષની ભરયુવાન વયે પોષ વદ ૧૧ ના દિવસે પાર્શ્વકુમારે દીક્ષા અંગીકાર કરી. પૂર્વભવના વેરના અનુબંધથી ‘મેઘમાળી’ નામનો દુષ્ટ આત્મા નવ-નવ ભવથી પ્રભુને પરેશાન કરી દશમા પ્રભુના ભવમાં પણ ભયંકર ઉપસર્ગો કરે છે. ત્યારે ધરણેન્દ્ર નામનો ઇન્દ્ર પ્રભુને સહાય કરે છે. અહીં ખાસ સમજવા જેવી વાત એ છે કે ભયંકર અત્યાચાર આચરનાર એવા ‘મેઘમાળી’ પ્રત્યે પ્રભુના હૃદયમાં ક્યાંય દ્વેષ નથી અને ધરણેન્દ્ર પ્રત્યે ભગવાનના હૃદયમાં સ્નેહ નથી.
દીક્ષામાં ૮૩ દિવસ પસાર કરી ૮૪મા દિવસે ‘આશ્રમપદ ઉદ્યાન’માં કર્મોનો ક્ષય થતાં પાર્શ્વનાથ ભગવાન કેવલજ્ઞાન અને કેવલ દર્શન પામ્યાં. દેવતાઓએ સમવસરણ રચના કરી, તેમાં પ્રભુએ ‘દેશના’(ઉપદેશ) આપી તે સાંભળી અસંખ્ય લોકોએ પ્રભુ પાસે દીક્ષા લીધી. આશ્ચર્યની વાત તો એ છે કે પિતા અશ્વસેન રાજાએ પણ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી! પ્રભુએ દીક્ષા લીધી ત્યારથી પત્ની ‘પ્રભાવતી’ના મનમાં પણ એવા મનોરથો હતા કે ‘તે ધન્ય દિન ક્યારે આવશે કે જ્યારે સ્વામી પાર્શ્વનાથ પ્રભુ મને દીક્ષા આપશે?’ પાર્શ્વનાથ પ્રભુએ શુભદત્ત પ્રમુખ દશ ગણધરોની સાથે અનેક રાજપુત્રોને દીક્ષા આપી. આ પવિત્ર અવસરે માતા ‘વામાદેવી’ સાથે પત્ની ‘પ્રભાવતી’ એ પણ હજારો કુમારિકાઓ સાથે દીક્ષા અંગીકાર કરી.
પાર્શ્વનાથ પ્રભુ વારાણસીનગરીમાં ૮૪ દિવસનો સમય પૂર્ણ કરી ફાગણ

વદ-૪ના દિવસે છôના તપપૂર્વક ‘ધાતકી વૃક્ષ’ની નીચે વિશાખા નક્ષત્રમાં કેવળજ્ઞાન પામ્યા. ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી. શ્રાવણ સુદ-૮ના દિવસે એક માસની સંલેખના કરી શ્રી સમેતશિખર તીર્થ પર કાઉસગ્ગ ધ્યાને રહી ૩૩ મુનિઓ સાથે વિશાખા નક્ષત્રમાં મુક્તિપદ પામ્યા.આ કાળમાં તપ કરનારા મહાન!….