સાવરકુંડલા ખાતે તાજેતરમાં ગધઈ સુન્ની મુસ્લિમ જમાતની મીટીંગ અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીના અધ્યક્ષ સ્થાને મેમણ જમાતખાનામાં મળી

સાવરકુંડલા
સાવરકુંડલા ખાતે તાજેતરમાં ગધઈ સુન્ની મુસ્લિમ જમાતની મીટીંગ અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીના અધ્યક્ષ સ્થાને મેમણ જમાતખાનામાં મળેલી હતી જેમાં મોટી સંખ્યામાં ગધઈ સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ નો હેતુ મુસ્લિમ શરીયાતને અનુસરવાની સૂફીસંત અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીની તમન્નાને મુસ્લિમ ગધઈ સમાજે હર્ષભેર વધાવી હતી ગધઈ સમાજના લોકો મોટાભાગે ખેતી પર નિર્ભર ખેડૂતો છે અને ખેતીના પાક ઉપર નીકળતા ઉછર કાઢીને ઇસ્લામ ધર્મની પાંચ ફરજ પૈકીની ઉછર (ખેરાત) દરેક ખેડૂત કાઢવાની બાહેધરી આપીને સૂફીસંત દ્વારા ચાલતી મિશન નેકકામમાં આ ઉછરની રકમ આપવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો હતો આ સાથે કાશ્મીરના પુલવામાં થયેલ આંતકવાદી હુમલામાં શહીદ થયેલા વીર શહીદોને શ્રદ્ધાંજલી પાઠવીને શહીદોની કુરબાની એળે ન જાય અને પાકિસ્તાન ની આંતકવાદી નાપાક પ્રવૃતિને સખત શબ્દો માં વખોડી કાઢવામાં આવી હતી સાથે સૂફીસંત ના મિશન નેકકામનું કાર્ય સૂફીસંતના સાહેબજાદા અલ્હાઝ સરકાર મુનીરબાપુ કાદરી સંભાળતા હોય ત્યારે સુન્ની મુસ્લિમ ગધઈ સમાજના અગ્રણીઓએ ફુલહાર પહેરાવીને સન્માનિત કરવાનું સદભાગ્ય ગધઈ સમાજના લોકોએ ઐતિહાસિક ગણાવીને પ્રથમવાર મળેલી સુન્ની મુસ્લિમ ગધઈ સમાજની આ મિટિંગમાં સૌરાષ્ટ્રના ગધઈ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા
error: Content is protected !!