બ્રેકીંગ……અમરેલી-પીપાવાવ પોર્ટથી 30 નોટિકટ માઈલ દૂર અકબરી નામની બોટના માછીમારને એટેક આવ્યો….

બ્રેકીંગ……અમરેલી-પીપાવાવ પોર્ટથી 30 નોટિકટ માઈલ દૂર અકબરી નામની બોટના માછીમારને એટેક આવ્યો….
આ બાબતે કોસ્ટ ગાર્ડે મરીન કમાન્ડોને જાણ કરતા મરીન કમાન્ડો આવ્યા માછીમારની સહાયે….
દરિયાઈ સીમા સુરક્ષા અર્થે પેટ્રોલિંગ કરતા મરીન કમાન્ડોએ અકબરી નામની બોટનું લોકેશન મેળવી બોટનું રેસ્ક્યુ કરી પહોંચાડી દરિયા કિનારે…..
પીપાવાવ મરીન કમાન્ડોએ કર્યું 108 જેવું કાર્ય. આજ રોજ તારીખ 5/ 3/ 2019 ના સવારે 9 : 30 વાગ્યે મળેલ મેસેજ મુજબ પીપાવાવ પોર્ટ થી 30 નોટિકલ માઈલ દૂર અકબરી નામની બોટ માં બોટ માસ્ટર ( ટંડેલ ) ને એટેક આવતા ગંભીર તબિયત હોય તેવો મેસેજ કોસ્ટ ગાર્ડ ને આપેલ સદર મેસેજ કોસ્ટ ગાર્ડે મરીન કમાન્ડો ને પાસ કરતા દરિયાઈ સીમાની સુરક્ષા અર્થે પેટ્રોલિંગમાં મરીન કમાન્ડોની એક હિટ ટીમ હોય હિટ ટીમ કમાન્ડર નરેશ કથીરિયા નાઓએ આ અકબરી નામની બોટ નું લોકેશન લઈ લોકેશન સ્થળે પહોંચી માછીમારોને મરીન કમાન્ડો ની બોટમાં લઈ કિનારે પહોંચાડી જીવ બચાવેલ છે હિટ કમાન્ડર નરેશ કથીરિયા ની સાથે હિટ કમાન્ડો
(1) પ્રહલાદ સિંહ, ચૌહાણ (2) દિનેશભાઈ ચૌહાણ (3) નરેશભાઈ સાગઠીયા તેમજ બોટ (4) માસ્ટર શબ્બીર (5) મહેશ મજેઠીયા (6) પ્રતાપ સોલંકી તેમજ બોટ નો સ્ટાફ જેઓએ કામગીરી કરેલ છે દરિયાઈ સીમાની સુરક્ષા ની સાથે માછીમારોનો જીવ બચાવતા મરીન કમાન્ડો દરિયામાં પણ 108 જેવી કામગીરી કરે છે

error: Content is protected !!