કાન્હા વિશ્વવિદ્યાલય ના પ્રજવલિત શિક્ષણ યજ્ઞમાં ઉમેરાયુ એક નવું બીદું

યોગેશ કાનાબાર દ્વારા :કાન્હા વિશ્વવિદ્યાલય ના પ્રજવલિત શિક્ષણ યજ્ઞમાં ઉમેરાયુ એક નવું બીદું. ઈન્દ્ર ધનુષના રંગો સમાન ઝળહળતાં કાન્હા વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ અર્થે અમરેલી જિલ્લામાં સર્વપ્રથમ વાર જ સંપૂર્ણ એક અઠવાડિયા સુધી ચાલનારા “ખેલ મહોત્સવ-2019” નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજકારણ જગતના પ્રતિભાવંત વ્યક્તિઓ, સમાજના શ્રેષ્ઠીજનો તથા તમામ વાલીશ્રીઓ એ કાર્યક્રમની શોભા માં અભિવૃદ્ધિ કરી આંતરરાષ્ટ્રીયસ્તરે રમાતી રમતો નો પ્રારંભિક તબક્કો આજરોજ ખુલ્લો મુકાયો. આ ઉપરાંત બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે અભિમુખ કરવાના ઉદ્દેશ્યથી “સાયન્સ ફેર 2019” નું પણ ભવ્ય આયોજન થયું જેમાં 50થી પણ વધારે પ્રયોગો વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયા. આ ઉપરાંત ઈસ.1947થી લઈ ઈસ. 2018 સુધીની દુર્લભ ટિકિટોનું પણ પ્રદર્શન યોજાયું…

error: Content is protected !!