મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત અમરેલી વિધાનસભા મતદાન મથકોની મુલાકાત લેતા કલેકટરશ્રી આયુષ ઓક

મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત

અમરેલી વિધાનસભા મતદાન મથકોની મુલાકાત લેતા કલેકટરશ્રી આયુષ ઓક

અમરેલી તા.૨૩ ફેબ્રુઆરી-૨૦૧૯
લોકશાહીના મહાપર્વ એવી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૧૯ને ધ્યાને લેતા લાયકાત ધરાવનાર નાગરિક
મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય, તે હેતુથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલા લાયકાત ધરાવતા
નાગરીકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા સ્‍પેશીયલ (ખાસ ઝુંબેશ) કેમ્પનું આયોજન
કરવામાં આવેલ છે.
મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત આજરોજ જિલ્‍લા ચૂંટણી અધિકારી વ કલેકટરશ્રી આયુષ ઓક એ અમરેલી
વિધાનસભા મતદાર વિભાગોમાં સમાવિષ્ટ પ્રત્યેક મતદાન મથક એવા કમાણી ફોરવર્ડ હાઇસ્‍કૂલ, જીજીબેન ગર્લ્‍સ સ્‍કૂલ,
પોલીટેકનીક તેમજ નુતન હાઇસ્‍કૂલની મુલાકાત લઇ સમગ્ર પ્રક્રિયાનુ નિરીક્ષણ કરીને જરૂરી સુચનો કર્યા હતા . તેમણે
બુથ લેવલ ઓફિસર પાસેથી નવા યુવા મતદારો નોંધણીની વિગતો, કમી થયેલ નામો તેમજ સ્‍થળાંતર થયેલ નામો
ઝીણવટભરી પૃચ્‍છા કરી હતી. આ તકે શ્રી ઓક એ બુથ લેવલ ઓફિસરને તેમના તાબા હેઠળના વિસ્‍તારોમાં ડોર ટુ ડોર સંપર્ક
કરી કોઇપણ નવા યુવા નાગરિકો જે મતદાન માટે લાયક છે તેઓ નોંધણીથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા તાકીદ
કરી હતી.
આ મુલાકાત દરમ્‍યાન નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી આર.જી. આલ, મામલતદાર અમરેલીશ્રી પાદરીયા તેમજ ચૂંટણી
શાખાના કર્મચારીઓ હાજર રહયા હતા.
ગોહિલ.

error: Content is protected !!