Main Menu

અમદાવાદમાં ગુજરાતના વેપારી સમુદાય માટે પસંદગીના બિઝનેસ પાર્ટનર તરીકે ઉભરતી પેઓનીર

બિઝનેસ દ્વારા વિદેશમાં નાણાં મોકલવા અને ત્યાંથી નાણાં મેળવવાની પધ્ધતિમાં પરિવર્તન લાવતી અગ્રણી ઓનલાઈન પેમેન્ટ કંપની પેઓનીર દ્વારા આજે અમદાવાદમાં ગુજરાતના વેપારી સમુદાય માટે પસંદગીના પાર્ટનર બનવાની નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી છે.

પેઓનીર વૈશ્વિક વ્યાપારને વિવિધ ઉદ્યોગો, વ્યવસાયીઓ, દેશો અને ચલણો સાથે જોડીને નવતર પ્રકારના ક્રોસ-બોર્ડર પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા મજબૂત કરશે. વર્તમાન સમયના સીમા વિહિન ડીજીટલ જગતમાં પેયોનીર 200 થી વધુ દેશોના કરોડો બિઝનેસ અને વ્યવસાયીઓને નવા લોકો સુધી પહોંચવાની સુગમતા પૂરી પાડીને અવિરત ક્રોસ બોર્ડર પેમેન્ટની સગવડ પૂરી પાડે છે. વધુમાં એરબીએનબી, એમેઝોન, ગેટીઈમેજીસ, ગૂગલ અને અપવર્ક જેવી વિશ્વની અગ્રણી કંપનીઓ પેઓનીર ની વ્યાપક ચૂકવણી પધ્ધતિની સર્વિસીઝ પર આધાર રાખે છે.

છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી પેઓનીર ભારતના સ્થાનિક ઉદ્યોગ સાહસિકો અને નાના તથા મધ્યમ કદના એકમો સાથે જોડાયેલી છે અને આ સમુદાયને સમજે છે તથા તેમની જરૂરિયાતોનું નિવારણ કરે છે. લખનઉ અને કોઈમ્બતુરમાં સબળ પ્રતિસાદ પ્રાપ્ત કર્યા પછી પેઓનીર હવે ગુજરાતમાં આગળ ધપતા બિઝનેસ સમુદાયને સાંકળવા સજ્જ બની છે.

બ્રાન્ડના વિઝન અંગે પ્રતિભાવ આપતાં પેઓનીર ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર શ્રી રોહિત કુલકર્ણીએ જણાવ્યું હતું કે “ભારતની ચૂકવણી પદ્ધત્તિ વ્યવસ્થામાં ક્રમશઃ પણ સ્થિરતા સાથે બદલાવ જોવા મળી રહ્યો છે. બજારમાં સામેલ થયેલા વર્તમાન સમુદાયનો સહયોગ મેળવીને વધુ સુગમ પેમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઈડર્સનું આગમન થયું છે. ભારતનું બજાર આવી સર્વિસીસનો ઓછો લાભ તો મેળવે જ છે, પણ તેણે હજુ અન્ય ઉભરતા દેશોના સ્તરે પહોંચવા માટે સ્માર્ટફોન્સ (માથાદીઠ) અને બ્રોડબેન્ડ કનેક્ટીવિટી બાબતે વ્યાપ વિસ્તારવાની જરૂર છે. ટૂંકમાં કહીએ તો અપાર તકો પડેલી છે.”

રોહિતે વધુમાં જણાવ્યું કે “ભારતનો વેપારી સમુદાય હવે પરંપરાગત રીતે બિઝનેસ કરતો નથી. તેઓ તેમની પહોંચ વિસ્તારી રહ્યા છે અને આવકની ચેનલ્સ વિસ્તારને ખર્ચમાં કરકસરયુક્ત માર્ગો દ્વારા વિદેશમાં બિઝનેસ કરી રહ્યા છે. અમે પેઓનીર ખાતે આ મહત્વના પરિવર્તનને પારખ્યું છે અને અમને વિશ્વાસ છે કે અમે આ ઉદ્યોગસાહસિકો અને ફ્રીલાન્સર્સની વધતી જતી માંગને પહોંચી વળીશું. અમે સ્થાનિક ભારતિય વેપારી સમુદાયના પસંદગીના  બિઝનેસ પાર્ટનર તરીકે ઉભરીને તેમની સર્વિસીસ દુનિયાભરમાં વિસ્તારવા માટે સહયોગ આપીશું.”

પેઓનીર ના લાભ

  • ખર્ચમાં કરકસરયુક્તઃ વિશ્વની કંપનીઓ પાસેથી શૂન્ય ટ્રાન્સફર ફી વડે નાણાં મેળવીને અન્ય પેમેન્ટ સોલ્યુશન્સની તુલનામાં 71 ટકા સુધીની બચત
  • સુગમતાઃ ચૂકવણી સીધી તમારા સ્થાનિક બેંકના ખાતામાં રૂપિયામાં થાય છે.
  • કાયદાનું પાલનઃ પેઓનીર એ યુરોપિયન યુનિયન અને અમેરિકાના મની સર્વિસ બિઝનેસમાં (MSB) લાયસન્સ ધરાવતી રજીસ્ટર્ડ ઈ-મની ઈસ્યુઅર છે.
  • સુસ્થાપિતઃ 150 ચલણોમાં 200 થી વધુ દેશોમાં વ્યવસ્થા આવરી લેતી આ કંપની દુનિયાભરમાં 700 થી વધુ કર્મચારીઓ ધરાવે છે અને ભારતનું તેનું વડુ મથક બેંગ્લોરમાં આવેલું છે. પેઓનીર એ 30 લાખથી વધુ નાના બિઝનેસની પસંદગીની પેમેન્ટ પ્રોવાઈડર છે.
  • વૈશ્વિકઃ સમગ્ર ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયામાં વૈશ્વિક અને સ્થાનિક ઓફિસો દ્વારા વધતુ નેટવર્ક

ત્રણ સર્વિસ ચેનલ્સ

  • ગ્લોબલ પેમેન્ટ સર્વિસઃ ઈન્ટરનેશનલ રિસીવીંગ એકાઉન્ટ સાથે સંપર્ક દ્વારા વિશ્વના ગ્રાહકોને સ્થાનિક કરન્સીમાં નાણાં મોકલી આપે છે. તે અમેરિકા (USD), યુરોપ (EUR), યુનાઈટેડ કીંગડમ  (GBP) અને  જાપાન (JPY) ની કોમર્શિયલ કંપનીઓમાંથી ચૂકવણીઓને સપોર્ટ કરે છે.
  • માર્સ પેઆઉટ કંપનીઓઃ પેઓનીર ફીવર અને એરબીએનબી. ફ્રીલાન્સર્સ વેપારીઓ અને સંલગ્ન સંસ્થાઓ પાસેથી 2000 થી વધુ ઈન્ટરનેશનલ માર્કેટપ્લેસીસ સાથે તેમના એકાઉન્ટમાં માત્ર સાઈનઈન કરીને તથા પેઓનીર ને તેમની પેમેન્ટ મેથડ સાથે જોડીને ભંડોળ મેળવી શકે છે.
  • બીલીંગ સર્વિસઃ તમારા ગ્રાહકને બીલ મોકલો અને પેઓનીર માંથી સીધી ચૂકવણી માટે વિનંતી કરો. ગ્રાહકો તેમનુ ક્રેડિટ કાર્ડ, કંપનીના બેંક એકાઉન્ટ અથવા ઈ-ચેક મારફતે ચૂકવણી કરી શકશે.

ફ્રીલાન્સીંગઃ વર્ક ગ્લોબલ લીવ લોકલઃ પેઓનીર ફ્રીલાન્સર્સને ફ્રીલાન્સ માર્કેટ પ્લેસીસ તથા સર્વિસ પ્રોવાઈડર્સને ઝડપી, સુગમ અને ઓછા ખર્ચના પેમેન્ટ સોલ્યુશન્સ પૂરાં પાડે છે. PeoplePerHour અને  Freelancer.com જેવા ફ્રીલાન્સ માર્કેટ પ્લેસીસ તથા કોઈપણ ઈન્ટરનેશનલ કંપની તેમના ફ્રીલાન્સર્સને આસાનીથી અને ઝડપથી નાણાં મોકલાવી શકે છે. દુનિયાના 200 થી વધુ દેશોમાં ફ્રીલાન્સર્સને જ્યારે વિશ્વમાંથી નાણાં પેમેન્ટ મેળવવાનું હોય છે ત્યારે ઘણી મુશ્કેલીઓ અનુભવે છે. તેમને હવે પેમેન્ટ મેળવવાનું શિરદર્દ દૂર થયું છે અને અનેક પેમેન્ટ સર્વિસીસનો લાભ મેળવી શકે છે.

એફીલીએટસઃ માર્કેટ ગ્લોબલ લીવ લોકલઃ ClickBank, Somoto, Supersonic, Taptica, Taboola, CJ Affiliate by Conversant and MediaShakers સહિતના સેંકડો એફીલીએટ નેટવર્ક પેઓનીર મારફતે ચૂકવણી કરે છે. સાથે સાથે Cake or HasOffers નેટવર્કસમાંથી પણ નાણાં મેળવી શકાય છે. અમારા સોલ્યુશન્સ ભૌગોલિક સરહદો વટાવીને તમારા એફીલીએટસને સ્થાનિક ચલણમાં નાણાં ઉપાડીને તેમને સાનુકૂળ નિવડતી પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને નાણાં મોકલવામાં સહાય કરે છે.

ECOMMERCE: SELL GLOBAL, LIVE LOCAL: પેઓનીર ઈ-કોમર્સ માર્કેટ પ્લેસીસ અને ઓનલાઈન સેલર્સને ચૂકવણી માટેના તમામ સાધનો દ્વારા તેઓ સ્થાનિક ધોરણે લેવડ-દેવડ કરતાં હોય તેટલી આસાનીથી નાણાં મોકલવામાં મદદ કરે છે. પેઓનીર દ્વારા Amazon, Wish, NewEgg અને Lazada સીંગલ યુનિફાઈડ ઈન્ટરફેસ દ્વારા ટ્રેકીંગ કરી શકે છે તથા કોઈપણ સ્થળે, પેમેન્ટની પધ્ધતિ દ્વારા અથવા તો વેચાણ કરનારના ચલણમાં ચૂકવણીઓની ગોઠવણ કરી શકે છે.

વર્ષ 2005માં સ્થપાયેલી ન્યૂ યોર્ક સ્થિત પેઓનીર એ વેન્ચર બેક્ડ, નફાકારક અને 5000 જેટલી ફાયનાન્સિયલ સર્વિસ કંપનીઓમાંથી ટોચની 100 કંપનીઓમાં ગણના પામે છે. દુનિયાભરમાં 12 ઓફિસો (ભારતમાં બેંગ્લોર હેડક્વાર્ટર સહિત) ધરાવતી આ કંપની 750 થી વધુ વૈશ્વિક કર્મચારીઓનો ઈર્ષાપાત્ર ટેલેન્ટ પૂલ ધરાવે છે.