Main Menu

રાજકોટમાં શ્રી કૃષ્ણ ચરિત્ર કથામૃતનો શ્રવણલાભ લેતા મુખ્યમંત્રી

રાજકોટ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાના વર્તમાન સત્રમાં જ ગૌવંશ હત્યાનો કડક કાયદો લાવવામાં આવશે અને ગૌવંશની હત્યા કરનારાઓને નશ્યત કરવામાં આવશે. ગાય, ગંગા અને ગીતાની સંસ્કૃતિના પરિપાલન તથા સંવર્ધન માટે રાજ્ય સરકાર જરૂરી પગલાં લઇ રહ્યા છે.

રાજકોટ શહેરમાં વ્રજકુમાર બાવાના વ્યાસાસને ચાલી રહેલી શ્રી કૃષ્ણકથા ચરિત્રામૃત કથાના પાંચમાં દિવસે મુખ્યમંત્રીએ કથાશ્રવણનો લાભ લીધો હતો.

વૈષ્ણવોને સંબોધતા મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગૌ સંવર્ધન માટે આ વખતના બજેટમાં વિશેષ નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે. જેમાં તાલુકા દીઠ નંદી ઘર બનાવવામાં આવશે. આ નંદીઘરના માધ્યમથી સારી ઓલાદ અને જાતના આખલાઓનું પોષણ કરી અસલ જાતની ગીર ગાયો, કાંકરેજી ગાયો અને જાફરાબાદી ભેંસોની જાતો સંવર્ધન કરવામાં આવશે.

ગાય આધારિત ખેતીનો વિકાસ થાય એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશિલ છે, એમ કહેતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે કેમિકલ વિનાની ખેતી કરવા માટે ગાયો ઉત્તમ માધ્યમ છે. ગાયોના પાલન સાથે શ્રેષ્ઠત્તમ રીતે ખેતી કરી શકાય છે. હવે તો આવી ખેતી દ્વારા ખેડૂતો વધુ આવક કરતા થાય છે.

રાજ્ય સરકારની સૌની યોજના અંગે એક મહત્વપૂર્ણ જાણકારી આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે  અચાગામી જન્માષ્ટી સુધીમાં વરસાદ પડ્યો હોય કે ન પડ્યો હોય છતાં, આજી ડેમ છલકાઇ જશે. એટલી ઝડપથી સૌની યોજનાની કામગીરી ચાલી રહી છે.

મુખ્યમંત્રીએ કથાના આયોજક ઉકાણી પરિવારની સરાહના કરી હતી.


error: Content is protected !!