Main Menu

અમદાવાદમાં માણેકચોક જ્વેલર્સની દુકાનમાં દરોડા

અમદાવાદ, તા. ૨૦
નોટબંધી બાદથી જુદા જુદા વિસ્તારોમાં બાતમીના આધાર પર આઇટી વિભાગના દરોડાની કાર્યવાહી યથાવતરીતે જારીરહી છે. આજે પણ  અમદાવાદ શહેરના માણેકચોક અને વડોદરાના અલકાપુરીમાં  જ્વેલર્સની દુકાનમાં દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. નોટબંધી બાદ કાળાનાણાની મદદથી મોટા પાયે સોનું ચાંદી ખરીદવામાં આવ્યું હોવાની આશંકાથી આઈટી વિભાગે સર્ચ કર્યું છે. માણેકચોકમાં આવેલા વાસુપૂજ્ય ઓર્નામેન્ટ નામની સોના અને ચાંદીના દાગીના બનાવનાર અને વેચનાર હોલસેલ વેપારીને ત્યાં ઈન્કમટેક્સના અધિકારીઓ રેડ કરી હતી. મળતી માહિતી મુજબ ગત રાતથી આઈટી વિભાગના અધિકારીઓ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આઈટીના અધિકારીઓએ ચાર થેલા ભરીને દસ્તાવેજો કબ્જે કર્યા છે. જેમાં નોટબંધી બાદ સોની વેપારીઓએ જે ટ્રાન્ઝેક્શન કર્યા હતા તેની વિગતો ચેક કરવામાં આવશે. વાસુપૂજ્ય ઓર્નામેન્ટ નામથી ધંધો કરતા વેપારી રાજકોટ, આગ્રા અને કોલ્હાપુરમાં પણ દાગીના વેચવાનો ધંધો કરે છે. આઈટીના સર્ચથી માણેકચોકમાં આવેલા જ્વેલર્સોમાં ફફટાડ ફેલાઈ ગયો છે. તો બીજી તરફ વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનમાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. મંગલમ અને દામોદર જ્વેલર્સની બે શાખામાં દરોડા પાડ્યા છે. નોટબંધી બાદ શંકાસ્પદ લે વેચના મુદ્દે આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. આઈટી વિભાગે સીસીટીવી ફુટેજ, બિલ બુકો, હિસાબી ચોપડા, નાણાકીય વ્યવહારો અને લોકર્સની તપાસ હાથ ધરાઈ હતી. અલકાપુરી અને એમજી રોડ પર દામોદર જ્વેલર્સના વૈભવી શો રૂમ આવેલા છે. આ ઉપરાંત ઘડીયાલી પોળમાં પણ દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી.






Comments are Closed