Main Menu

આજીવન કેદની સજા પામેલ પેરોલ રજા પરથી ફરાર કેદીને ઝડપી પાડ્યો

સને-૧૯૯૯ની સાલમાં ભાવનગરનાં વેળાવદર ભાલ પો.સ્ટે.માં પાળીયાદ ગામે ચમારડી ગામનાં ભરવાડ જેસાભાઇ તથા સાજણભાઇ ભરવાડ ની હત્યા અંગે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ. જે ગુન્હામાં પકડાયેલ પ્રવિણ ધરમશીભાઇ કાંબડ વિગેરે તમામ આરોપી ઓને ભાવનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આજીવન કેદની સજા ફરમાવેલ.જે કેસની સજા કેદી પ્રવિણ ધરમશીભાઇ કાંબડ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ભોગવતાં હતાં.
આ દરમ્યાન સજા પામેલ કેદી પ્રવિણ ધરમશીભાઇ કાંબડ પેરોલ રજાની અરજી કરતાં નામ. ગુજરાત હાઇકોર્ટે કેદીનાં તા.૨૯/૧૧/૧૬નાં રોજ થી દિવસ-૧૪ પેરોલ રજા મંજુર થતાં રજા પર ગયેલ.જે કેદીને તા.૧૪/૧૨/૧૬ નાં રોજ રાજકોટ જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હોવા છતાં કેદી જેલે હાજર થયેલ નહિ.અને ફરાર થઇ ગયેલ.
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબ તરફથી ફરાર કેદીઓને પકડી પાડવા માટે એમ.એમ.લાલીવાલા પોલીસ ઇન્સ., એલ.સી.બી.,ભાવનગર તથા સ્ટાફને સુચના કરવામાં આવેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ આજરોજ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેરોલ રજા ઉપરથી ફરાર કેદી પ્રવિણભાઇ ધરમશીભાઇ કાંબડ રહે.પાળીયાદ તા.જી.ભાવનગરવાળાનાં તેનાં ગામમાં હોવાની બાતમી મળી આવેલ.જે બાતમી આધારે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં ફરાર કેદી પ્રવિણભાઇ ધરમશીભાઇ કાંબડ રહે.પાળીયાદ તા.જી.ભાવનગરવાળા પકડાય ગયેલ. તેને ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આમ,ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કળવોડે પેરોલ રજા ઉપરથી ફરાર કેદીને ઝડપી રાજકોટ જેલ ખાતે સોંપી આપવા તજવીજ કરેલ છે.





Comments are Closed