Main Menu

સ્વામીનારાયણ ગુરૂકુળમાં કોલેજ-સ્કુલ ભવનનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જુનાગઢ જિલ્લાના વંથલીમાં સ્વામી નારાયણ ગુરૂકુળમાં દેવપ્રસાદ સ્વામી સ્કુલ-કોલેજનું ઉદઘાટન કરી જણાવ્યું હતું કે, શિક્ષાની સાથે દીક્ષા અને સંસ્કાર આપવાની પરંપરા સ્વામીનારાયણ સંપ્રદાયે ગુજરાતમાં જીવંત રાખી છે, ગુજરાત સંતોએ ચિંધેલા માર્ગે આગળ વધ્યું છે.

મુખ્યમંત્રીએ વંથલી ગુરૂકુળ પટાંગણમાં હજારો હરિભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યની વર્તમાન સરકાર ગરીબો અને ખેડુતોને સમર્પિત છે. રાજ્યમાં સુખ, શાંતિ અને અહિંસા પરમો ધર્મ સ્થાપિત થાય તે દિશામાં રોજે રોજ વર્તમાન સરકાર નિર્ણયો લઇ રહી છે. આગામી અઠવાડીયામાં ગૌવંશ-ગૌહત્યાનો કાયદો રજૂ કરાશે. રાજ્યમાં આ ગુનાઓમાં કડક સજા થાય તે માટે બીલ રજૂ થશે તેમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

રાજ્યના મધ્યમવર્ગ માટે પણ સરકાર કલ્યાણકારી પગલાં લઇ રહી છે તેમ જણાવી કહ્યું કે, મોંઘાભાવે દવા ખરીદવી ન પડે તે માટે ૫૨ જેટલા પ્રધાનમંત્રી ઔષધી સ્ટોર જેનેરીક દવાના સ્ટોર ખુલ્યા છે. આગામી રામ નવમી સુધીમાં ૫૦૦ અને પછીના તબક્કમાં ૧૦૦૦ સ્ટોર ખુલશે. જે લોકોને મહિને રૂ.૬૦ હજાર ની દવા થતી તે હવે આ સ્ટોરમાં માત્ર રૂ.૭ હજારમાં મળી જાય છે તેની વિગતો દ્રષ્ટાંતો આપીને કહી હતી.

લોકોને પરવડે તેવી યોજનાઓ સરકાર અમલમાં મુકી રહી છે. મધ્યમ વર્ગ મકાન માટે રૂ.૧૫ લાખની લોન લેશે તો સરકાર રૂ.૪ લાખથી વધુની સબસીડી આપશે. વડીલોની જાત્રામાં પણ સરકાર ૫૦ ટકા ખર્ચ ચુકવશે. કોલેજમાં પ્રવેશતા ૪ લાખ વિદ્યાર્થીઓને રૂ.૮ હજારની કિંમતનું ટેબલેટ રૂ.૧ હજારમાં આપશે. સેવાસેતુના માધ્યમથી ૩૫ લાખ લોકોની અરજીઓ સ્થળ પર જ મંજુર કરી પ્રજાવાત્સલ્ય સરકારનું સૂત્ર સાર્થક કરવામાં આવ્યું છે. રોજગારીના મેળા કરીને ૧ લાખ ૯ હજાર યુવાનોને નોકરી આપવામાં આવી છે. પ્રમાણિકતા, પારદર્શકતા અને નિર્ણાયક્તા આ સરકારની અગ્રિમતા છે. સૌરાષ્ટ્રમાં ખેડુતોને પુરતુ પાણી મળે તે રીતે સૌની યોજનામાં રોકેટ ગતીએ કામ થઇ રહ્યું છે.

મુખ્યમંત્રીએ ચાલુ વર્ષના બજેટમાં મહિલાઓ, આદિવાસી, ખેડુતો અને મધ્યમ વર્ગની સાથે સાથે ગરીબ વર્ગને પણ રાહત મળે અને અત્યાર સુધીની સૌથી લોકપ્રિય યોજનાઓ અમલમાં મુકી છે અને તેનાથી સામાન્ય માનવીનું જન જીવન ગુણવત્તાયુક્ત થાય તેવા સરકારના પ્રયાસો છે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશનું સંસ્થાના દેવપ્રસાદસ્વામીએ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું અને જન કલ્યાણની અવિરત પ્રવૃતિઓ સતત ચાલુ રહે તેવા આશીર્વાદ મુખ્યમંત્રીને આપ્યા હતા. મુખ્યમંત્રીએ ધો.૧૦ અને ધો-૧૧ સાયન્સના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કર્યું હતું. કન્યા કેળવણીમાં રૂ.૧ લાખ ૧૧ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે યાત્રધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઇ ધ્રુવ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ લાડાણી, પ્રવીણભાઇ માકડીયા, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, મેયર શ્રીમતી આદ્યશક્તિબેન મજમૂદાર, પૂર્વમંત્રી કનુભાઇ ભાલાળા, રતીભાઇ સુરેજા, શ્રી હરેશભાઇ ઠુંમર,  વિનુભાઇ કથીરીયા,
રામશીભાઇ ભેટારીયા,  દિનેશભાઇ ખટારીયા, શ્રીમતી જ્યોતીબેન વાછાણી,  અરવિંદ દોમડીયા, ટીનુભાઇ ફળદુ,  માધાભાઇ બોરીચા,  કીરીટભાઇ પટેલ, સચિવ  જાદવ, કલેક્ટર  ડૉ.રાહુલ ગુપ્તા, જિલ્‍લા વિકાસ અધિકારી  અજય પ્રકાશ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, હરિભક્તો અને મહિલાઓ તેમજ સંતોમાં શ્રીજી સ્વામી, ભક્તિજીવનદાસ સ્વામી, પ્રેમસ્વરૂપ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.


error: Content is protected !!