Main Menu

રાજપરા ખોડીયાર મંદિરે “ ખોડીયાર ઉત્સવ ’’ ઉજવાયો

આજે ૧૧ માર્ચે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્રારા જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ખોડીયાર મંદિરે રાજય કક્ષાનો ત્રીજો ખોડીયાર ઉત્સવની ઉજવણી કેન્દ્રીય રાજય સડકપરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદિય સચિવ શ્રીમતી વિભાવરીબેન દવે, સાંસદ ર્ડા.ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો. આ કાર્યક્રમનો દિપપ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકતાં કેન્દ્રીય રાજય સડકપરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ  માંડવીયાએ જણાવ્યુ હતુ કે આજે અહી રાજપરા ખોડીયાર મંદિરે ત્રીજો ખોડીયાર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.તે થકી લોકોની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધશે. જુના જમાનામાં રાજાને ઇશ્વરનો અંશ માનવામાં આવતો હતો તે રાજાઓ ઇશ્વરને સર્વોપરી ગણતા હતા. તેમણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી અને તેમની ત્યાગની ભાવનાને બિરદાવી હતી. સાથે સાથે તેમણે ભાવનગર શહેર તેમજ  જિલ્લાના લોકો પર માં ખોડીયારના આશિર્વાદ સતત વઘતા રહે તેવી માતાજીને પ્રાથના કરી હતી. વઘુમાં તેમણે જણાવ્યુ હતુ કે ઘાર્મિક ઇતિહાસને ઉજાગર કરવા માટે ખોડીયાર ઉત્સવની ઉજવણી થઇ રહી છે. આ ઘાર્મિક સ્થળે સ્વચ્છતા, સુઘડતા અને સારા વાતાવરણના નિર્માણ માટે માનનીય મંત્રીશ્રીએ ખોડીયાર મંદિર ટ્રસ્ટના વહીવટની સરાહના કરી હતી. આ પ્રસંગે માનનીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ ખોડીયાર મંદિર થી હાઇવે રોડ સુઘીના નિર્માણ પામેલા પાકા રસ્તાનુ લોકાર્પણ કર્યુ  હતુ. આ પ્રસંગે વિવિઘ સાંસ્કૃતીક રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખશ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા, યુવરાજ જયવિરસિંહજી, ઘારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલ,મેયર શ્રીમતી નીમૂબેન, જિલ્લા કલેકટરશ્રી હર્ષદભાઇ પટેલ,જિલ્લા આયોજન અધિકારીશ્રી બ્રિજેશ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જોશી, જિલ્લા રમત ગમત અઘિકારી શ્રીમતી સીમાબેન ગાંઘી, પ્રાંત અઘિકારીઓ સર્વશ્રી એમ.એ.સૈયદ, તૃપ્તીબેન વ્યાસ,નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી દોશી તથા જિલ્લાનાં પદાઘીકારીઓ,અધિકારીઓ તથા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રી હર્ષદભાઇ પટેલે સૌને આવકારી આ પ્રકારના કાર્યક્રમથી લોકમાનસમાં ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા અને આસ્થા વઘવાની વાત કરી હતી. કાર્યક્રમના અંતમાં આભાર દર્શન પ્રાંત અઘિકારીશ્રી એમ.એ.સૈયદે કર્યુ હતુ.






Comments are Closed