Main Menu

પાલીતાણા ખરીદ વેચાણ સંઘ મારફત તુવેરનું ટેકાના ભાવે ખરીદી શરૂ

પાલીતાણા : ભારત સરકાર ટેકાના ભાવ વર્ષ ૨૦૧૬-૧૭માં મગફળીની માર્કેટ યાર્ડ, પાલીતાણામાં પાલીતાણા તાલુકા ખરીદી વેચાણ સંઘ મારફત ચાલુ સિઝનમાં મગફળીની વિપુલ પ્રમાણમાં ખરીદી થયેલ છે. ખેડુતોને હજુ પણ વધુ ખેત ઉત્પાદનની પેદાશના ભાવો મળી રહે તેવા ઉમદા હેતુસર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, માર્કેટ યાર્ડના ચેરમેન નાગજીભાઈ વાઘાણી અને વાઈસ ચેરમેન ભગીરથસિંહ સરવૈયાના પદ્ધતિસર અથાગ પ્રયત્નોની મગફળી ખરીદીની ભવ્ય સફળતા બાદ  ભાવનગર જિલ્લામાં પાલીતાણા માર્કેટ યાર્ડ ખાતે પાલીતાણા તાલુકા ખરીદી વેચાણ સંઘ મારફત ખરીફ પાક વર્ષ ૨૦૧૬-૧૭માં તુવેરનું સરકારના ટેકાના ભાવ રૂા.૧,૦૧૦/-(૨૦ કિલો)થી તુવેરની ખરીદી શરૂ કરવામાં આવેલ છે. જે અંગે આજરોજ કામકાજનો આરંભ માર્કેટ યાર્ડના ચેરમેન નાગજીભાઈ વાઘાણી, વાઈસ ચેરમેન ભગીરથસિંહ સરવૈયા, માર્કેટ યાર્ડ અને તાલુકા સંઘના સદસ્યઓ, સેક્રેટરી પ્રકાશભાઈ પંડ્યા અને ગુજકોટના પ્રતિનિધિ વોરાની ઉપસ્થિતિમાં ખરીદીનું મુર્હુત કરવામાં આવેલ છે. આથી ભાવનગર જિલ્લાના તમામ ખેડુતોને જણાવવામાં આવે છે કે સરકારના ટેકાના ભાવ રૂા.૧,૦૧૦/-(૨૦ કિલો)થી તુવેરનું વેચાણ કરવા માર્કેટ યાર્ડ પાલીતાણા ખાતે તા.૦૧-૦૨-૨૦૧૭થી સરકારના નિયમોનુસાર લાવવા અનુરોધ કરવામાં આવેલ છે.