Main Menu

સોના-ચાંદીનાં દાગીનાં સહિતનાં મુદ્દામાલ સાથે એકની ધરપકડ

આર.આર.સેલ ભાવનગરની ટીમ તથા ભાવનગર એલ.સી.બી.ની ટીમ ભાવનગર શહેર વિસ્‍તારમાં ખા.વા.માં મિલ્કત સંબંધી બનાવ સંદર્ભે ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગરપરા, ડી.આર.એમ. ઓફિસ સામે આવેલ કોમ્યુનીટી હોલ પાસે આવતાં અગાઉ ચોરીમાં સંડોવાયેલ શખ્સ વસીમ ઉર્ફે લંઘો ગફારભાઇ સલેમાનભાઇ બબ્બર/લંઘા રહે. આરબવાડ, મતવા ચોક,વડવા,ભાવનગર વાળો શંકાસ્પદ હાલતમાં મળી આવેલ.તેની પાસે રહેલ થેલીમાંથી સોના-ચાંદીનાં દાગીના, મોબાઇલ નંગ-૨૩,જુદી-જુદી કંપનીની કાંડા ઘડિયાળ નંગ-૧૧ મોબાઇલનાં ચાર્જર, કોડ, અલગ-અલગ દરની ચલણી નોટ ,ઇમીટેશન જવેલરી તથા હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. મળી કુલ રૂ.૧,૩૨,૨૫૫/-નો મુદ્દામાલ મળી આવેલ.જે મુદ્દામાલ સોની પાસે ખરાઇ કરી કબ્જે કરવામાં આવેલ.અને મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
આ મજકુર ઇસમની પુછપરછ કરતાં તેનાં મિત્ર શાહરૂખ અને સાહિલ ઉર્ફે સાયલો રહે.બંને મોતીતળાવવાળા સાથે મળી આજથી આશરે દોઢ-પોણા બે મહિના પહેલાં પાલીતાણામાં ગુ.હા.બોર્ડની પાછળ આવેલ એક બંધ મકાનમાં લાકડાનાં કબાટમાંથી રોકડા ત્રણેક લાખ તથા ચાંદિનાં દાગીનાની ચોરી કરેલ. તેમજ તા.૨૦/૦૧/૨૦૧૭નાં રોજ પોતે તેનાં મિત્ર અકરમ સલીમભાઇ સિપાઇ તથા શાહરૂખ રહે.બંને ભાવનગરવાળા સાથે મળી શિહોરમાં મકાનમાં,દુકાનમાં તથા કેબીનમાં ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ.આ ઇસમ અગાઉ પણ રાજકોટ અને ભાવનગરમાં ઘરફોડ ચોરીમાં પકડાય ગયેલ છે.
આમ,આર.આર.સેલ તથા એલ.સી.બી.ની ટીમે સોના-ચાંદીનાં દાગીનાં સહિત કુલ રૂ. ૧,૩૨,૨૫૫/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાલીતાણા તથા શિહોરમાં થયેલ ચોરીઓનાં ગુન્હા શોધી કાઢવામાં સફળતા મળેલ છે.