Main Menu

પ. પૂ.તપા.આ.ભ. શ્રીમદ્વિજય રામસૂરીશ્વરજી મહારાજ ડહેલાવાળાનું જન્મશતાબ્દી વર્ષ પૂર્ણતાના આરે

પાલીતાણાઃ પરમ શાસન પ્રભાવક, સુવિશુદ્ધ ગીતાર્થ સંયમી, શ્રૃતપ્રેમી, પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામસૂરીશ્વરજી મહારાજા ડહેલાવાળાનું જન્મ શતાબ્દી વર્ષ પૂર્ણતાના આરે છે.
પરમ તારક ગુરુદેવના અવતરણને 100મું વર્ષ એટલે કે શતાબ્દી વર્ષને અનોખી રીતે ગુરુદેવને ગમતા શાસનના કાર્યો કરીને ઉજવવાના તેઓશ્રીના પટ્ટધર શિષ્યરત્ન પ.પુ.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિ. અભયદેવસૂરીશ્વરજી મહારાજાને ભાવ થાય અને ગુરુદેવશ્રીની આજ્ઞાને જીલવા સદૈવ તત્પર પ.પુ.પંન્યાસ પ્રવર શ્રી મોક્ષરત્નવિજયજી મહારાજ સાહેબના સુદ્રઢ માર્ગદર્શનથી ગુરુરામ જન્મશતાબ્દી વર્ષના પ્રારંભથી પૂર્ણતા સુધી સંપૂર્ણ વર્ષ સંઘ શાસનના અગણિત કાર્યોનો વણથંભ્યો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો.
જોત જોતના પૂજ્ય દાદા ગુરુદેવશ્રીનું જન્મ શતાબ્દી સંપૂર્ણ વર્ષ તપ-ત્યાગ-આરાધના-શાસન પ્રભાવના – શ્રૃત લેખન – સંઘ રક્ષા – શાસન રક્ષા આદિ સંમયેક લક્ષી કાર્યો દ્વારા ભરપુર રહ્યું.  પ.પુ.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજા તથા તેમના શિષ્ય પુ.આ.શ્રી વિ. રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા., પંન્યાસ પ્રવર શ્રી મોક્ષરત્ન વિજયજી મ.સા. આદિઠાણા સહ ડહેલાવાળા સમુદાયવર્તી 125થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતો તથા સૂરતમાં બિરાજમાન આચાર્ય પદસ્થાદિ અન્ય શ્રમણ-શ્રમણી ગણની નિશ્રામાં યોજાશે.
ગુરુરામ જન્મશતાબ્દી વર્ષ પૂર્ણતાની ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય મહોત્સવ
(1) પહેલો દિવસ – મહા સુદ 4 તા.31-01-17, સવારે 8-30 કલાકે 7 દીક્ષાર્થીના વર્ષીદાનની રથયાત્રા, ગુરુદેવોનું ગુરુરામ પાવનભૂમિ આગમ, પ્રવચન, સિદ્ધચક્ર પૂજન (2) બીજો દિવસ – મહા સૂદ 5, તા.01-02-2017 સવારે 9 કલાકે ગુરુરામ જન્મશતાબ્દીવ વર્ષ પૂર્ણતા મહોત્સવ, શ્રમણ શ્રમણી વૃંદ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન તૈયાર કરેલ હસ્તલિખિત ગ્રંથોને ગુરુદેવશ્રીના શરણે અર્પણ, ગણીશ્રી ઉદયરત્ન વિજયજીને મ.સા.ને પંન્યાસ પદ પ્રદાન, વિવિધ પુસ્તકનું વિમોચન, રાત્રે મુમુક્ષુઓનો વિદાઈ સમારંભ (3) દાદા ગુરુદેવશ્રીને અનુપમ ભેંટ, ગુરુરામ જન્મ શતાબ્દી વર્ષ ઉપલક્ષમાં મહા સુદ 6 તા.02-02-17 સવારે 7 કલાકે સામુહિક 7 દીક્ષા.
મહોત્સવની સફળતાની કલગી સમાન પ.પુ.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી અભયદેવ સૂરીશ્વરજી મહારાજાના આજીવન અંતેવાસી 32 વર્ષ વિનય – ગુણ – સંયમ – પર્યાયી પરમ વિનેય શિષ્યરત્ન પ.પુ.પન્યાસ પ્રવર શ્રી મોક્ષરત્ન વિજયજી મહારાજ સાહેબને ગુરુદેવશ્રી દ્વારા આચાર્ય પદ પ્રદાન 4-5-6 ફેબ્રુઆરી 2017, ત્રિદિવસીય મહોત્સવ યોજાશે.
સ્થળ – ગુરુરામનું સમાધી સ્થળ, જન જનની આસ્થાનું પ્રભાવી સ્થળ,
ગુરુરામ પાવનભૂમિ, અડાજણ, પાલ, સુરત


error: Content is protected !!