Main Menu

શ્રી શંખેશ્વરપુરમ્ નામક જૈન સાયન્સ સીટી નિર્માણ પામશે

પાલીતાણાઃ જૈનાચાર્યશ્રી અશોકસાગરસૂરીજી મહારાજાની નિશ્રામાં શત્રુંજય તીર્થની પગથારે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના સથવારે  કૈલાસ ટેકરીના ઓથારે ખનન્ વિધિ સંપન્ન.
અમદાવાદ પાલીતાણા હાઈવે પર, કૈલાશ ટેકરી મુકામે, પ્રગટ પ્રભાવી કલીકાસ કલ્પતરૂં સમાન શ્રી શંખેશ્વર મહાતીર્થની પ્રતિકૃતિ સ્વરૂપ શ્રી શંખેશ્વરપુરમ્ નામક ભવ્યાતિભવ્ય જૈન સાયન્સ સીટી તથા ધ્યાનસ્થ વિહારયુત વિશાળ સંકુલ નિર્માણ થશે.
આ વિરાટ સંકુલ જૈન ધર્મનું વિશ્વવ્યાપી એકમાત્ર અનોખુ સ્થળ બનશે જેમાં બાવન જિનાલય પંચ શિખરી સંગેમર મરીય જિનાલય આકાર લેશે. ધર્મશાળા – ભોજનશાળા – ઉપાશ્રય વિ. ઈમારતો નિર્માણ થશે. તદુપરાંત વૈજ્ઞાનિક ઢબે જૈન ધર્મનું વિજ્ઞાન સિદ્ધ કરતું સીટી બનશે. તેમાં થિયરીકલ – પ્રેક્ટીકલ નોલેજ આપનારા વિભાગો હશે. યોગ સાધનામાં જોડાનારા સાત ચક્રોના ધ્યાનની સાધનાની કેડી કંડારતું ધ્યાન કેન્દ્ર બનશે. તેમજ વિશાળ લાયબ્રેરી, આયુર્વેદિક જડીબુટ્ટીનું અનુપમ ઉપવન તથા અઢાર અભિષેકના ઔષધીનું ઉદ્યાન નિર્માણ થશે.
આ સમગ્ર સંકુલ પૂ. અનુયોગાચાર્યશ્રી લબ્ધિચંદ્રસાગર મ.સા.ની પ્રેરણાથી નિર્માણાધીન છે. આ સંકુલનું ખાતમુર્હુત ખનનવિધિ જંબુદ્વિપ મંદિર માર્ગદર્શક આચાર્ય શ્રી અશોકસાગરસૂરી મહારાજાની પાવન નિશ્રામાં તા.18-01-17 પોષ વદ 6ના સવારે 12-00 કલાકે સંપન્ન થઈ.
પ્રાચીન – અર્વાચીન સંસ્કૃતિ, પૂર્વ-પશ્વિમ જ્ઞાન – વિજ્ઞાનના સંયોજન કરી નવી પેઢીને નવી દિશા બતાવનારું પાર્શ્વપુરમ્ નામનું મહાતીર્થ સૌરાષ્ટ્રની સોક્રમને મહેકતું કરશે.






Comments are Closed