Main Menu

પાલિતાણાનાં ગામોનો “સેવા સેતુ કાર્યક્રમ” યોજાશે

ભાવનગર : સરકારશ્રી દ્વારા રાજયના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોના ઉકેલમાં ગતિશીલતા આવે તે માટે તાલુકા કક્ષાએ “સેવા સેતુ”કાર્યક્રમ યોજાનાર છે. જે અન્વયે પાલિતાણા તાલુકાના વાળુકટ ગામે તા.૨૦/૧/૧૭ના રોજ સવારના ૯-૦૦ કલાકથી પ્રાંત અધિકારીશ્રી, પાલિતાણા ના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો “સેવા સેતુ”કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં (૧)વાળુકડ, (૨)જમણવાવ,(૩)બહાદુરપુર,(૪)ખીજડીયા(નોંઘા), (૫)સમઢીયાળા(મુ),
(૬)નોંઘણવદર,(૭)નેસડી,(૮)હણોલ,(૯)જાળીયા,(૧૦)લોંઇચડા (૧૧)આંકોલાળી તથા (૧૨)રતન૫ર ગામની જાહેર જનતા આવક, જાતિ, નોન-ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણપત્ર રેશનકાર્ડ, આધારકાર્ડ, ડુપ્લીકેટ ચૂંટણીકાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંધણી, રાજય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યકિતલક્ષી લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણપત્રો, દિવ્યાગતાં પ્રમાણ૫ત્રો, સ્કોલરશી૫ યોજનાના લાભો, વિધવા સહાય તથા વૃધ્ધ નિરાધાર સહાય યોજના, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી તમામ અરજીઓ બાબતે માંગણી કરી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો વ્યકિતગત લાભ કે કોઇ યોજનાકીય લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ તા.૨૦/૧/૧૭ના રોજ લોક વિઘાલય, વાળુકટ ગામે આ કાયઁક્રમમાં અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોના સબંધિત અધિકરીશ્રીઓ દ્વારા તેઓ સ્થળ પર નિકાલ કરવામાં અનાવશે. તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૨૦/૧/૨૦૧૭ના રોજ ઘોઘા તાલુકાના ઘોઘા ગામે મામલતદાર કચેરીમાં નિયત સમયે ઉપસ્થિત રહેવા પ્રાંત અધિકારી, ભાવનગર દ્વારા જણાવાયું છે.