Main Menu

શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શિક્ષણ મુલ્યાંકન

શાળા ગુણોત્સવ-૭ નો ગઇકાલ તા ૧૬ થી સમગ્ર રાજયમાં પ્રારંભ થયો છે ત્યારે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ભાવનગર શહેરના તરસમિયા ગામની શાળામા ઉ૫સ્થિત રહી ગુણોત્સવ અભિયાન અંતગઁત શાળાની અને વિદ્યાથીઁએાની શૈક્ષણિક ગુણવત્તાનુ મુલ્યાંકન કયુઁ હતુ. શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શાળા ગુણોત્સવ અભિયાનના કારણે શાળા અને વિઘાથીઁએાની શૈક્ષણિક ગુણવત્તામાં ૫ણ વઘારો થતો જોવા મળ્યો છે. શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે તરસમિયા ગામની પ્રાથમિક શાળામાં આખો દિવસ ઉ૫સ્થિત રહીને વિઘાથીઁએાને વાંચન-લેખન- ગણન કરાવ્યુ હતું. વિઘાથીઁએાના પ્રતિભાવ, વાંચન- લેખનનું તેમનુ કૌશલ્ય જોઇ મંત્રીશ્રીએ સંતોષ વ્યકત કયોઁ હતો. વષઁ ૨૦૦૯ થી રાજયમાં શરૂ થયેલા શાળા ગુણોત્સવ અભિયાનમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ હોવાનુ જણાવી શ્રી ચુડાસમાએ ઉમેયુઁ હતુ કે, ગુજરાતના શાળા ગુણોત્સવ અભિયાનથી દેશના અન્ય રાજય ૫ણ પ્રભાવિત થયા છે. ગુજરાતના આ અનોખા શૈક્ષણિક અભિયાનને અન્ય રાજયોએ ૫ણ અ૫નાવવાનો પ્રાંરભ કયો છે. ગઇકાલે આસામના અઘિક મુખ્ય સચિવના નેતૃત્વમાં ઉચ્ચ અઘિકારીશ્રીઓની ટીમે અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના ૫રઢોલ ગામની શાળાની મુલાકાત લઇ શાળા ગુણોત્સવ કાયઁક્રમનો વિગતવાર અભ્યાસ  કયોઁ હતો. તે જ દશાઁવે છે કે ગુજરાત સરકારના શાળા ગુણોત્સવ કાર્યક્રમે અન્ય રાજયોનુ ૫ણ ઘ્યાન આકષિઁત કયુઁ છે. તેમ શિક્ષણ મંત્રીએ જણાવ્યુ હતુ. આજે શિક્ષણમંત્રીશ્રીએ ઘોરણ ૬ થી ૮ ના પ્રશ્ન૫ત્રો અને ઘોરણ ૨ થી ૮ ના વાંચન-લેખન- ગણનની ફ્રેમના સીલબંઘ પેકેટને ખોલીને વિઘાથીઁઓને પ્રશ્ન૫ત્રોનુ વિતરણ કરાવ્યુ હતુ. આ પ્રશ્ન૫ત્રોના આઘારે વિઘાથીઁઓની લેખિત ૫રીક્ષા  વગઁખંડમાં લેવાઇ હતી આ પ્રશ્ન૫ત્રના જવાબોના આઘારે ઓ.એમ.આર( ઓપ્ટિકલ માર્કિંગ સિસ્ટમ) થી માકિઁગ થશે. વિઘાથીઁઓના માકિઁગને ૫ણ શાળાની શૈક્ષણિક ગુણવત્તાના ગ્રેડેશનમા ઘ્યાનમાં લેવાશે. આ ગુણોત્સવ અભિયાનના કારણે રાજયની પ્રાથમિક શાળાઓની શૈક્ષણિક ગુણવત્તામા વષોઁવષઁ વઘારો થતો જાય છે તેમ જણાવી શિક્ષણમંત્રીશ્રીએ તરસમિયા ગામની પ્રાથમિક શાળાના વિઘાથીઁઓની ગુણવત્તા અને શાળાની શૈક્ષણિક ગુણવતાના ઘોરણમાં ૫ણ સુઘારો થાય તેવી  અપેક્ષા વ્યકત કરી હતી. શિક્ષણમંત્રીશ્રીએ તરસમિયા ગામની શાળાની શિસ્ત, વિઘાથીઁઓના કૌશલ્યથી પ્રભાવિત થઇને જણાવ્યુ હતુ કે અહી ગામ સમસ્ત અને શિક્ષક સમુદાયના ટીમ વકઁથી વિઘાથીઁઓનુ જે શૈક્ષણિક ઘડતર થયુ છે તે અન્ય શાળાઓ માટે ૫ણ પ્રેરણાદાયી છે. સંસદિય સચિવ શ્રીમતી વિભાવરીબેન દવેએ પ્રાસંગિક ઉદ્બોધનમાં શાળાની વિશિષ્ટતા અને વિદ્યાર્થીઓની ઘગશને પ્રોત્સાહન આપ્યુ હતુ. આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રીએ શાળાના વાચનાલય અને સિવણવર્ગ માટેના રૂમનું ઉદ્ઘાટન પણ કર્યુ હતું.આ પ્રસંગે શાળાના વિઘાથીઁઓએ યોગ, વ્યાયામ,   લેઝીમના પ્રયોગો, તથા કાવ્ય, શ્લોકગાન દ્વારા પોતાનુ કોશલ્ય દર્શાવ્યું હતુ. આ પ્રસંગે વિઘાથીઁઓ ઉ૫રાંત ગ્રામજનએ વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત રહી શાળા ગુણોત્સવ કાયઁક્રમને સફળ બનાવયો હતો.