Main Menu

નેશનલ લેવલ ડિજી-ઘન- મેળા ભાવનગર તા:૨૨ જાન્યુઆરી ૨૦૧૭

નિતી આયોગ, ભારત સરકારશ્રી દ્વારા સમગ્ર દેશમાં ડીજીટલ પેમેન્ટના વિવિઘ માઘ્યમનો ઉપયોગ થાય અને તે માટે નાગરિકોને ડીજીટલ પેમેન્ટના ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે અલગ-અલગ રાજયોમાં ડીજીઘન મેળાનુ આયોજન થાય છે. ગુજરાત રાજયમાં સર્વ પ્રથમ ભાવનગર ખાતે જિલ્લાની ડીજીટલ કામગીરી માટેના પ્રયત્નો ઘ્યાને લઇ ડીજી-ઘન મેળાનુ આયોજન તા.૨૨/૦૧/૨૦૧૭ ના રોજ યશવંતરાય નાટયગૃહ ખાતે રાખવામા આવેલ છે. ભારત સરકારશ્રી દ્વારા ‘’લકકી ગ્રાહક યોજના’’ અને ‘’વ્યાપાર યોજના’’ એમ ૨(બે) યોજના ગ્રાહક અને વેપારી માટે જાહેર કરવામા આવેલ છે. જેના ભાગ રૂપે ગ્રાહક અને વેપારી ડીજીટલ  પેમેન્ટનો ઉપયોગ કરે તે હેતુથી પ્રોત્સાહન સ્વરૂપ ‘’ લકકી ડ્રો ’’ પણ તે દિવસે થશે. જેના નામો તથા ઇનામો જાહેર કરવામા આવશે. ભાવનગર શહેરમાં ડીજી-ઘન મેળામા વિવિઘ પ્રકારના સ્ટોલ રાખવામા આવશે. જેમા જુદી-જુદી બેંકો દ્વારા નવા  ખાતા ખોલવા, બેંક ખાતા સાથે મોબાઇલ આઘાર સીડીંગ, પી.ઓ.એસ. મશીનની નોંઘણી, ડેબીટ કાર્ડ,  પ્રીપેઇડ કાર્ડ, ઇ-વોલેટ, મોબાઇલ એપ ઇન્સ્ટોલેશન વિગેરે માટે પ્રેકટીકલ માર્ગદર્શન પુરુ પાડવામા આવશે. ડીજી-ઘન મેળામાં ફર્ટીલાઇઝર, બિયારણ, ખાદી, ગેસ એજન્સી, સખી મંડળ વિગેરેના સ્ટોલ રાખવામા આવશે જેમાંથી ડીજીટલ પેમેન્ટથી ખરીદી કરી શકાશે નેશનલ કક્ષાના મેળાનું આયોજન હોઇ, ભારત સરકારશ્રીના તથા રાજય સરકારશ્રીના માનનીય મંત્રીશ્રીઓ, પદાઘિકારીશ્રીઓ, જાણીતી વ્યકતિઓ ઉપસ્થીત રહેનાર છે. ડીઝીટલ પેમેન્ટના વિષય ઉ૫ર જિલ્લામાં શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે પોસ્ટર, સ્લોગન અને નિબંઘ સ્પર્ઘાનુ આયોજન કરેલ છે. આ સ્પર્ઘાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ડીજીટલ પેમેન્ટથી પ્રોત્સાહક ઇનામ અને એવોર્ડ વિતરણનુ આયોજન થયેલ છે. આ ડીજી-ઘન મેળામાં જાહેર જનતાને ડીજીટલ પેમેન્ટ અંગેનું સંપુર્ણ માર્ગદર્શન મળી રહેશે. જેથી તા.૨૨/૦૧/૨૦૧૭ના રોજ ડીજી-ઘન મેળાની મુલાકાત સવારે ૧૦-૦૦ કલાકથી લઇ  શકાશે. તા.૨૨/૦૧/૨૦૧૭ના બપોરના ૩-૩૦ કલાકે મુખ્ય સ્ટેજ કાર્યક્રમમાં લકકી ડ્રો, ઇનામ વિતરણ અને જિલ્લામા ડીજીટલ કામોનુ પ્રારંભ, ડીજીટલ વિડીયો વિગેરેનુ વ્યાપક પ્રસારણ થશે. સદરહુ ડીજી-ઘન મેળામાં ભાવનગર જિલ્લાના ઉઘોગ૫તિઓ, ચેમ્બર ઓફ કોમર્સ, ડાયમંડ એસોસીએશન, અલંગ સ્ક્રે૫ એસોશીએશન, વેપારીઓ, બેંકર્સ, ખેડુત પ્રતિનિઘિઓને વિગેરેને મહતમ સંખ્યામાં ભાગ લેવા કલેકટરશ્રી, ભાવનગર દ્વારા જણાવાયું છે.






Comments are Closed