Main Menu

ગાંધીનગરમાં ‘નો અવર આર્મી’ને માણવા યુવાનો ઉમટી પડ્યાં

15 જાન્યુઆરી, 2017ના રોજ ભારતીય સેના દિવસના ઉપક્રમે અમદાવાદ સ્થિત ગોલ્ડન કટાર ડિવિઝનની પરબત અલી બ્રિગેડે એક વખત ફરી ઓગસ્ટ, 2016ની જેમ નો અવર આર્મી’ એક્સપોઝિશનનું આયોજન કર્યું હતું. ગુજરાતમાં આયોજિત આ એડિશનમાં એકમાત્ર ફરક પ્રદર્શનમાં મૂકેલા ઉપકરણને લઈને હતો.ગુજરાતના ઉત્સાહી યુવાનોને મોટી સંખ્યામાં સેનામાં સામેલ થાય એ માટે પ્રોત્સાહન આપવા ભારતીય સેના આ પ્રસંગે તેની ક્ષમતા પ્રદર્શિત કરી હતી. આ એક દિવસીય પ્રદર્શનમાં ભારતીય સેનાની ભવ્ય પરંપરાશૌર્યક્ષમતા પ્રસ્તુત કરવામાં આવી તથા આપણા મહાન રાષ્ટ્રની ભવિષ્યની પેઢીઓ માટે માર્ગ પ્રશસ્ત કર્યો.એક્ઝિબિશન 17 જાન્યુઆરી, 2017ના રોજ સવારે 11.00થી સાંજના 6.00 વાગ્યા સુધી ખુલ્લું રહ્યું હતું. લાઇવ એક્શનમાં સામેલ હતુ  – સાંસ્કૃતિક અને માર્શલ ઇવેન્ટ – મોલ ખામ્ભગોરખા ખુખરી નૃત્ય અને લેઝિયમ, 05 અલગઅલગ બેન્ડ દ્વારા સંયુક્તપણે પાઇપ બેન્ડટ્રાન્સ બોર્ડર પેટ્રોલ પ્રદર્શન – કેમલ માઉન્ટેડવ્હિકલ માઉન્ટેડ અને ઓન ફૂટ તથા દુનિયાના સેક્શનમાં ઇન્ફન્ટ્રી એસોલ્ટ ડિમોનસ્ટ્રેશન. આ વખતે પ્રદર્શનમાં સામેલ હતુ – ટી – 90 (ભારતીય નામ – ભીષ્મ) ભારતીય સેનાની મુખ્ય ટેંકટી-72 ટેંક (ભારતીય નામ – અજેય)આર્મર્ડ પર્સનલ કેરિયરબોફોર્સ (155 એમએમ આર્ટિલરી ગન)એલ-70 એન્ટિ એરક્રાફ્ટ ગનઇન્ફન્ટ્રી દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ નાનાં શસ્ત્રોમાઇન લેઇંગ અને ડિફ્યુઝિંગ ઇક્વિપમેન્ટબ્રીજ લેઇંગ ઇક્વિપમેન્ટ (એએમ-50), લોરોસ (લોંગ રેન્જ રિકન્નિસન્સ એન્ડ ઓબ્ઝર્વેશન સિસ્ટમ) અને બેટલફિલ્ડ સર્વેલન્સ રડાર્સ વગેરે. ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી ઇવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આદરણીય રાજ્યપાલે ગુજરાતના લોકોને સેનાની ક્ષમતા દર્શાવવાના ભારતીય સેનાના પ્રયાસોને બિરદાવ્યાં હતાજે ગુજરાતી યુવાનો વચ્ચે જાગૃતિ લાવશે અને તેઓ મોટી સંખ્યામાં સેનામાં સામેલ થવા પ્રોત્સાહિત થશે.  ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ એસ કે પ્રશાર વીએસએમએ તેમના સંબોધનમાં સેનાને સાથસહકાર આપવા બદલ આદરણીય રાજ્યપાલનો આભાર માન્યો હતો તથા દેશની સેવા કરવા સેનાના પડકારજનક વ્યવસાયને ઝીલવા વિદ્યાર્થીઓ અને યુવાનોના ઉત્સાહની પ્રશંસા કરી હતી. સૈનિકોનો રોમાંચક શો જોવા હજારો વિદ્યાર્થીઓ/કોલેજિયનો તથા તમામ પ્રકારના લોકો ઉમટી પડ્યાં હતાં. શોનું મુખ્ય બાબત સૈનિકોનું લાઇવ પર્ફોર્મન્સ હતુંખાસ કરીને સચોટ સમયસંકલન અને ઇન્ફેન્ટ્રી એસોલ્ટનું પ્રદર્શન.