Main Menu

શ્રી મેવાડ જૈન યુવક પરીષદે અનોખી રીતે મકરસંક્રાતિ ઉજવી

ચેલેન્જર, સુરત : શ્રી મેવાડ જૈન યુવક પરિષદ સુરતને મકરસંક્રાતિના પર્વને એક અનોખી રીતે ઉજવી. પરિષદ દ્વારા આદિવાસી ક્ષેત્રોમાં જરુરીયાતમંદ પરિવારને વસ્ત્રદાન કરની મકરસંક્રાતિના તહેવારને દાન દિવસના રૂપમાં ઉજવી જેમાં આપ સૌનો સાથ સહયોગથી ભરપૂર સફળતા મળી અને જરુરીયાતમંદ પરિવારની સાથે પરિષદને પણ આનંદનો અહેસાસ થયો. આ વસ્ત્રદાન માટે સંયોજક દ્વારા આદિવાસી ગ્રામીણ વિસ્તારના ગામોમાં ફર્યા. જેમાં પિપલદહાડ, ભોડવિહાર, કરંજપાડા, જોગઠવા, ચિચવિહાર, સાવરદા, ખેરિન્દ્ર, જુનેર, ચમરપાડા જેવા નાના મોટા આસપાસના બધા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો અને લગભગ બધા ગામોમાં ૩૦૦થી વધુ લોકોને આનો લાભ લીધો જેમાં વૃદ્ધ, જવાન, બાળકો જેવા બધાને લાભ આપવામાં આવ્યો. વિતરણની માટે પરિષદને વ્યવસ્થા કરતા બે જગ્યાએ સામુહિક વસ્ત્ર વિતરણ કરવાનું આયોજન કર્યું હતું. પરિષદ પરિવાર દ્વારા સુરતના બધા વિસ્તારમાં કપડા, સાડી, ડ્રેસ, સ્વેટર, ચાદર, બિસ્કીટ, ચિકી જેવી વસ્તુઓનું એકત્રીકરણ કરીને લગભગ ૨૫૦૦ જોડી નવા કપડા અને ૯૦૦ સાડીના જરુરીયાતમંદ પરિવારને વિતરણ કરવામાં આવ્યું. આ આયોજનને સફળ બનાવવા માટે સંયોજક ભીકમજી ગાંધી, વિકાશજી પિતલિયા, મુકેશજી ગન્ના અને સુરેશજી સામરાનો ખુબ સારૂ કાર્ય રહ્યું અને કડી મહેનત, લગન, સંઘર્ષ કરીને આ પ્રોગ્રામને સફળતા બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.


error: Content is protected !!