Main Menu

બોટાદ જિલ્લામાં ગુણોત્સવનો પ્રારંભ

બોટાદ: પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં અભિવૃધ્‍ધિ થાય તેવા શુભ ઉદ્દેશથી સમગ્ર રાજ્યની સાથે બોટાદ જિલ્લામાં પણ આજથી ગુણોત્સવનો પ્રારંભ થયો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીએ આજે ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના ઉમરડા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોની વાંચન – લેખન – ગણન સહિતની સહઅભ્યાસની  પ્રવૃત્તિઓ તેમજ સંસાધનોના ઉપયોગ અને લોક ભાગીદારીનું સમગ્રતયા મૂલ્યાંકન  કર્યું હતું. તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ, વર્ષ દરમિયાન હાથ ધરાયેલ પ્રવૃત્તિઓ, યોગ – ખેલ મહાકુંભ સહિત બાળકોનાં સર્વાંગી  વિકાસ માટે જરૂરી તમામ બાબતોની જાણકારી મેળવી હતી. અધ્યક્ષશ્રીએ શાળામાં અપાતા મધ્યાહ્નન ભોજન યોજનાનું નિરીક્ષણ કર્યુ હતું. તેની જાત માહિતી પણ મેળવી હતી.