Main Menu

ઢસા જંકશન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

બોટાદ: રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના વ્યકિતલક્ષી લાભોની સાથે લોકોની રજૂઆતો – પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય તે માટે બોટાદ જિલ્લાનાં ઢસા જંકશન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં બોટાદ પ્રાંતનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ ઝડપી નિરાકરણ આવે તે માટે ઢસા જંકશન, ઢસા ગામ, ખીજડીયા, મોટા ઉમરડા, જલાલપર, વિકળીયા, નાના ઉમરડા, રસનાળ, પાડાપણ, જુનાવદર અને માંડવા સહિતના ગામના લોકો ઉપસ્થિત રહી આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી, રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્ડ નાગરિક્તા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા સહિતના વિવિધ વિભાગને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વાઘેલા, નાયબ કલેકટરશ્રી હળબે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સુરેશભાઈ ગોધાણી સહિતના મહાનુભાવોના હસ્તે રેશન કાર્ડ, મા વાત્સલય કાર્ડ તેમજ વિકલાંગ કાર્ડ આપવામાં આવ્યા હતા.