Main Menu

આવતીકાલે ગઢપુરનો ઈતિહાસ પુસ્તકનું લોકાર્પણ કરાશે

ગઢડા (સ્વામીના) વિશ્વભરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના કારણે અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ગઢડાના ઈતિહાસમાં ધરબાયેલી રસપ્રદ વાતો તથા પ્રજાવત્સલ રાજવી અને કર્મશીલો દ્વારા કરવામાં આવેલા લોકહિતના કાર્યોની રસપ્રદ બાબતો આજના યુગમાં પણ પ્રેરણારૂપ કહી શકાય તેવી છે. કોઈપણ સમાજ, ગામ અને શહેરનો ઈતિહાસ અસ્તિત્વ ધરાવતો હોય છે. પરંતુ આ ઈતિહાસને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય દરેકને પ્રાપ્ત થઈ શકતું નથી. ગઢડા(સ્વામીના) શહેરનું પ્રથમ તોરણ બંધાયું ત્યાંરથી વર્ષ 1970 સુધીની રસપ્રદ વાતોને અથાગ પ્રયત્નો દ્વારા મેળવીને સંશોધનાત્મક ઈતિહાસ ગ્રંથ રસવાનું કાર્ય પૂર્ણ થતા ગઢડાની આવનારી પેઢી માટે એક પ્રેરણા ગ્રંથ પ્રાપ્ત થવા પામેલ છે. આ ગ્રંથને સાકાર કરવા માટે મૂળ ત્રાપજના વતની અને બોટાદ ખાતે કવિ બોટાદકર કોલેજમાં ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી વર્ષ 2011માં સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવી ગઢડાને પોતાનું વતન બનાવી રહેતા સામાજિક ક્ષેત્રે સક્રિય પ્રા.ડો.આર.જી. પંડ્યા દ્વારા વતનનું ઋણ ચુકવવાના પ્રયાસ રૂપે ત્રણ વર્ષના અથાગ પ્રયત્નોના અંતે અનેક વ્યક્તિઓ તથા સ્થળો અને ઐતિહાસિક પૃષ્ઠોનો અભ્યાસ કરી 19 પ્રકરણોમાં વહેચાયેલા 600 કરવા વધારે પૃષ્ઠ અને 250 ઉપરાંત ફોગોગ્રાફ્ચ ધરાવતા ગઢપુરનો ઇતિહાસ ગ્રંથ નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે.
ગોપીનાથજી દેવ મંદિરની ગાયને મળેલું પ્રથમ સ્થાન કે.જે.મહેતા ટી.બી. હોસ્પિટલની સ્થાપનામાં યોગદાન, ભાવનગર રાજ્યમાં પ્રથમ અંડર ગ્રાઉન્ટ ગટર યોજના ગઢડામાં સાકાર, ભાવનગર રાજ્યના અમલ પુસ્તકમાં દરમિયાન હાજી કાસમની આગબોટ ડૂબવાની ઘટનામાં ગઢડાનો એક પરિવાર ભોગ બન્યો હતો જેવી અનેક રસપ્રદ હકીકતો પ્રાપ્ત થવા પામેલ છે. આ ગ્રંથના લોકાર્પણ અને વિમોચન કાર્યક્રમનું આયોજન ગઢડાની સામાજિક સંસ્થા લોક વિચારમંચ દ્વારા આગામી તા.10-1ને મંગળવારના રોજ નૂતન કન્યાવિદ્યાલય ખાતે બપોરે 2 કલાકે યોજવામાં આવશે.
આ ગ્રંથ વિમોચન પ્રસંગે સમારંભના અધ્યક્ષસ્થાને આત્માનંદસરસ્વતી (હડદડ) તથા ગોપીનાથજી દેવ મંદિરના એસ.પી. સ્વામી, કો.શા.ઘનશ્યામવલ્લભદાસ, અધ્યાત્મસ્વરૂપદાસ (અ.પૂ.સંસ્થા) તથા પ્રા.ડો.પ્રદ્યુમનભાઈ ખાચર (અધ્યક્ષ ઈતિહાસ વિભાગ જૂનાગઢ), મહેન્દ્રભાઈ અજમેરા(મુંબઈ) અને બાબુભાઈ જેબલીયા ઉપસ્થિત રહેશે.