Main Menu

આચાર્ય શ્રી વિજય રત્નચંદ્ર સૂરીશ્વરજી મ.સા. આદિ હલધરૂ પધાર્યા

ચેલેન્જર, સુરત : પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજના વંદનાર્થે શિષ્ય આચાર્ય શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ હલધરુ ઉપધાન તપ મધ્યે પધાર્યા. પુણ્યતારા પરિવારે ગુરુપૂજન, કામળી અર્પણ કરી. પ્રવનચ, સંવેદના, સંધ્યાભક્તિ આદિ  કાર્યક્રમ થયો. તા.૫ અને ૬-૧-૧૭ સ્થિરતા પ્રદાન કરી. તા.૭-૧-૧૭ના રોજ હલધરૂ ઉપધાન તપ અંતર્ગત અઠ્યાવીસુંની આરાધના સંપન્ન થઈ. તપસ્વીયોનું તથા દીક્ષાર્થીનું પુણ્યતારા પરીવારે બહુમાન કર્યું. સાથે અહીં પ્રવચન દરમ્યાન ઉપધાન તપની માળારોપણ મહોત્સવની પત્રિકા લેખન કાર્ય થયું. આજે વિનંતી કરવા સૂરત પાલનો શ્રીપાલ જૈન સંઘ અને પાલ જૈન સંઘ પધાર્યો, જેઓએ પૂજ્ય ગુરૂદેવશ્રીને તેઓના સંઘમાં પધારવા વિનંતી કરી. પૂજ્ય ગુરુદેવશ્રી એ ગુરુરામ પાવન ભૂમિ મધ્યે થનાર ૭ દીક્ષાર્થી તા.૩૧-૦૧-૧૭ની રથયાત્રા માટે શ્રીપાલ જૈનને સંમતી આપી. અને પાલ જૈન સંઘને તા.૦૩-૦૨-૧૭ના રોજ પ્રવચન સંમતિ આપી.