Main Menu

પાલીતાણાના વડીયા ચોકડી પાસે દેશી તમંચા સાથે એકની ધરપકડ

પાલીતાણાના વડીયા ચોકડી પાસેથી આજે એક શખ્સની હથિયારો અને એક મોટર સાયકલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરીફ ઈકબાલ સોરઠીયા રહે. પરીમલ સોસાયટી તેમની પાસેથી 3 દેશી તમંચા કિંમત રૂા.15000, 1 દેશી બારબીટ કિંમત રૂા.10000 (સમગ્ર હાથ બનાવટ) તેમજ 1 મોટરક સાયકલ નં.GJ5 AM કિંમત રૂા.15000ના મુદ્દામાલ સાથે ભાવનગર ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એસ.એચ.ચુડાસમા, હેડ કો. અનિરૂદ્ધસિંહ ગોહિલ, હેડ કો. કિરીટભાઈ ડોડીયા, પો.કો. ધર્મરાજસિંહ ગોહિલ, પો.કો.ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પો.કો.હારીતસિંહની ટીમે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.