Main Menu

ડો.બાબા સાહેબની પ્રતિમાને નવી ફ્રેમ મુકવામાં આવી

પાલીતાણા – પાલીતાણા ખાતે આંબેડકર સર્કલ પર પ્રસ્થાપિત પ્રતિમા ઉપર પ્રતિમાની સુરક્ષા માટે નવી કાચની ફ્રેમનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
તેમાં દલિત સમાજના લોકો વણકર સમાજ પ્રમુખ દેવજીભાઈ ચુડાસમા(બોબી) તેમજ ભા.જ.પ. જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, શહેર પ્રમુખ નિતિનભાઈ ચૌહાણ, નગરપાલીકા ઉપપ્રમુખ કિરીટસિંહ સરવૈયા, તાલુકા ભાજપ મંત્રી વિજય ગોટી, બાબભાઈ પંડિત, ભાજપ અગ્રણીઓ તથા પાલીતાણાના ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ વિગેરે લોકોની હાજરીમાં અનાવરણ વિધિ અને ફુલહાર કરવામાં આવેલ.
આ કાર્યક્રમ પાલીતાણા વિ.હી.પી. પ્રમુખ ભરતભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ.