Main Menu

5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર

નવી દિલ્હી
દેશના પાંચ રાજ્યોની આગામી ચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણીઓની તારીખોનું એલાન કર્યું હતું.
. જેમાં ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુરની ચૂંટણાની તારીખો અંગે જાહેરાત કરવામાં આવી છે. ગોવા, અને પંજાબમાં 4 ફેબ્રુઆરી,મણિપુરમાં બે ચરણમાં યોજાશે જેમાં 4 માર્ચે પહેલો તબક્કો અને 8 માર્ચે બીજા તબક્કાની ચૂંટણી યોજાશે.,
જ્યારે ઉત્તરાખંડમાં 15 ફેબ્રુઆરી અને ઉત્તરપ્રદેશમાં કુલ સાત ચરણમાંથી પહેલા તબક્કાની  11 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે.
આ પાંચ રાજ્યોમાં 16 કરોડથી વધુ મતદાતા પોતાની સરકાર ચૂંટશે. તમામ રાજ્યોમાં 11 માર્ચે પરિણામ જાહેર થશે.
પાંચ રાજ્યોમાં….તારીખ અને તબક્કાવાર ચૂંટણી તારીખ આ પ્રમાણે છે

ચૂંટણીપંચે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર કરી

ગોવા- 4 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી

મણિપુર-4 અને 8 માર્ચે બે તબક્કામાં ચૂંટણી

પંજાબ-4 ફેબ્રુઆરીએ 2017 એક જ તબક્કામાં યોજાશે

ઉત્તરાખંડ-15 ફેબ્રુઆરીના રોજ એક જ ચરણમાં થશે મતદાન

ઉત્તરપ્રદેશ- કુલ સાત ચરણમાં યોજાશે, 11 ફેબ્રુઆરીએ પ્રથમ મતદાન

15, 19, 23 27 ફેબ્રુઆરી અને 4 અને 8 માર્ચે યુપીમાં મતદાન

11 માર્ચે તમામ રાજ્યોની મતગણના થશે






Comments are Closed