Main Menu

બીસીસીઆઈ પ્રમુખ તરીકે અનુરાગ ઠાકુરને દુર કરાયા

નવી દિલ્હી, તા.૨
દેશમાં ક્રિકેટર વહીવટી તંત્રના ભાવિને નક્કી કરે તેવા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદામાં સુપ્રિમ કોર્ટે આજે ભારતીય ક્રિકેટ ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ તરીકે અનુરાગ ઠાકુરને દુર કરી દીધા હતા. સાથે સાથે અનુરાગ ઠાકુરને કોર્ટના તિરસ્કારના આરોપસર કારણદર્શક નોટીસ પણ ફટકારી દીધી હતી. કોર્ટે સચિવ અજય શિરકેને પણ તેમના હોદ્દાથી દુર કરી દીધા હતા. ચીફ જસ્ટીસ ટીએસ ઠાકુરના નેતૃત્વમાં બેચે પોતાના ચુકાદામાં અનુરાગ ઠાકુરને પ્રશ્ન કર્યો છે કે આખરે તેમની સામે પગલાં કેમ લેવા જોઈએ નહીં.છેવટે અનુરાગ ઠાકુર પર તિરસ્કારના આરોપને યોગ્ય ઠેરવ્યા છે. ઠાકુર ઉપર આક્ષેપ મુકવામાં આવ્યો હતો કે તેઓએ લોધા પેનલની ભલામણોને અમલી બનાવવામાં અડચણો ઉભી કરી હતી. તેમના પર એવો આક્ષેપ હતો કે આઈસીસીને એમ કહેવામાં આવ્યું હતું કે તે એક એવો પત્ર જારી કરે જેમાં લખવામાં આવે કે લોધા પેનલની ભલામણોને અમલી કરવાથી બોર્ડની કામગીરીમાં અડચણો ઉભી થશે. આ ચુકાદો આવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જસ્ટીસ લોધાએ સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. જસ્ટીસ લોધાએ કહ્યું હતું કે કોર્ટને બોર્ડના ચુકાદાનો સ્વીકાર કરવાનો રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ ક્રિકેટની જીત છે. ખેલ વહીવટી તંત્ર તો આવતા જતા રહેેશે પરંતુ ખેલ સૌથી મોટી અને સર્વોચ્ચ બાબત તરીકે છે તેનું સન્માન થવું જોઈએ. જસ્ટીસ આરએમ લોધા કમિટીએ બીસીસીઆઈમાં ધરખમ સુધારા કરવા માટેની ભલામણ કરી હતી. સુપ્રિમ કોર્ટે નવા ધારા ધોરણોને પહોંચી વળવામાં નિષ્ફળ રહેલા તમામ બોર્ડ અને તેના રાજ્ય એસોસિએશનના હોદ્દાદારોને પણ ગેરલાયક ઠેરવી દીધા છે. સુપ્રિમ કોર્ટ બીસીસીઆઈના ટોચના હોદ્દેદારોને બદલી દેશે. વહીવટીદારોની નવી પેનલની રચના કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટ દ્વારા ૧૯મી જાન્યુઆરીના દિવસે આ સંદર્ભમાં કોઈ યોગ્ય  નિર્ણય કરવામાં આવી શકે છે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા ટીએસ ઠાકુરના નેતૃત્વમાં બેચે અગાઉ ૧૫મી ડિસેમ્બરના દિવસે સુનાવણી હાથ ધરી હતી. જેમાં અનુરાગ ઠાકુર સામે આરોપો હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લોધા સુધારાને સરકારી દરમિયાનગીરી તરીકે ગણવામાં આવતા આને લઈને વિરોધની શરૂઆત થઈ હતી. સુનાવણી દરમિયાન સુબ્રમણ્યમે તત્કાલિન ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા ટીએસ ઠાકુરને કહ્યું હતું કે અનુરાગ ઠાકુર ખોટુ નિવેદન કરી રહ્યા છે. અનુરાગ ઠાકુરના સંદર્ભમાં તર્કદારો દલીલો કરવામાં આવી હતી. સુબ્રમણ્યમે દલીલ કરી હતી કે એક પછી એક વિવાદો ઉભા થઈ ચુક્યા છે.વિવાદ થયા બાદ સુપ્રિમ કોર્ટે શરૂઆતમાં ફલીએસ નરીમન અને ગોપાલ સુબ્રમણ્યમમની એમીકસ ક્યુરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બીસીસીઆઈનો વહીવટ કરી શકે તેવા સક્ષમ લોકોના નામ આપવા આ પેનલને કહેવામાં આવ્યું હતું.