Main Menu

વર્ષીતપના સર્વે આરાધક તપસ્વીઓ

પ્રણામ, જય જિનેન્દ્ર
પ.પૂ.તપાગચ્છાધિપતિ આ.શ્રી.વિ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની પાવનતમ પ્રેરણાથી સમસ્ત ભારતભરમાં સર્વપ્રથમવાર ૩૬૦૦ આરાધકો એક સાથે સામુહિક વર્ષીતપની આરાધના આનંદ પૂર્વક કરી રહ્યા છે. આ સામુહિક વર્ષીતપના પારણા શ્રી પાલીતાણા મહાતીર્થે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઘણા લોકો દ્વારા એવી ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે કે અમદાવાદ નજીકના અન્ય તીર્થોમાં પણ પારણા યોજાશે. પરંતુ એવી કોઈપણ જાહેરાત પારણા સમિતિ દ્વારા કરવામાં આવી નથી. અને ભવિષ્યમાં કરાશે પણ નહીં. પારણા શ્રી પાલીતાણા તીર્થે જ યોજાશે.
કોઈપણ ખોટી અફવાઓ ઉપર ધ્યાન આપવું નહી. હમણા રૂમ-પાસ આદિ વ્યવસ્થા પ્રારંભિક ધોરણે કરવામાં આવી છે પરંતુ આપને વધારાના રુમો કે પાસો જોઈતા હશે તો તે દરેક વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે.આપને જોઈતા વધારાના પાસ કે રુમોની વિગત આપ આપના શહેરના સંચાલકો પાસે નોંધાવી દેશો. આજે જ આપનું આઈડી કાર્ડ મેળવો. સામુહિક આરાધનામાં જોડાયા બાદ સામુહિકમાં જ પારણાનો આગ્રહ રાખવો. આપની પધરામણીએ અમારું સૌભાગ્ય છે.
લી.સામુહિક વર્ષીતપ પારણા સમિત, ૦૨-૦૧-૨૦૧૭