Main Menu

ગચ્છાધિપતિ શ્રી અભયદેવસૂરીશ્વરજીના આશીર્વાદ લેતા મુમુક્ષુ શ્રી નેમિકુમાર

સુરત, તા.૨ : પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસ પ્રવર શ્રી મોક્ષરત્ન વિજયજી મહારાજ સાહેબના હલધરુ ઈકોવિલેજ ઉપધાન તપ મધ્યે આશીર્વાદ ગ્રહી રહેલા મુમુક્ષુ નેમિકુમાર જેઓની દીક્ષા પ.પુ.આ.શ્રી વિજય જગચ્ચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મહા સુદ ૫ તા.૦૧-૦૨-૨૦૧૭ના રોજ પાલીતાણા મુકામે છે.
પુણ્યતારા પરિવારે મુમુક્ષુનું સન્માન કર્યું. તા.૦૨-૦૨-૧૭ના ગુરુરામ પાવનભૂમિ સુરત મધ્યે પરમ પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ૭ દીક્ષા સહિત ડહેલાના ઉપાશ્રયવાળા સમુદાયમાં વિવિધ આચાર્યોશ્રીની નિશ્રામાં ચાતુર્માસ પૂર્ણતાથી તા.૦૨-૦૨-૧૭ સુધીમાં ગુરુરામ જન્મ શતાબ્દી વર્ષ અંતર્ગત પ ભાઈ અને ૧૦ બહેનો સહિત કુલ ૧૫ દીક્ષા થશે.