Main Menu

ધર્મ અને જાતિના નામ પર વોટ માંગવાની બાબત ગેરકાયદે છે

નવી દિલ્હી,તા. ૨
જાતિ, ધર્મ અને ભાષાના નામ ઉપર ચૂંટણી પ્રચાર અને મત માંગવાને લઈને સુપ્રિમ કોર્ટે આજે લાલ આંખ કરી હતી અને આ  સંબંધમાં સુપ્રીમ કોર્ટે વધુ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે ધર્મના નામ પર વોટ માંગવાની બાબત બિલકુલ અયોગ્ય છે. સુપ્રીમ કોર્ટે બન્ને પક્ષોની દલીલોને સાંભળી લીધા બાદ આ મુજબનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમે કહ્યુ હતુ કે ચૂંટણીમાં ધર્મનો ઉપયોગ કરવાની બાબત બિલકુલ યોગ્ય નથી. ઉંત્તર પ્રદેશ, પંજાબ સહિત દેશના કેટલાક રાજ્યોમા વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચુકાદાને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની સાતજજની બંધારણીય બેંચે કહ્યુ છે કે ધર્મ, જાતિ અને ભાષાના આધાર પર વોટ માંગવાની બાબત બિલકુલ યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે બંધારણ ધર્મનિરપેક્ષ છે. તેના આ સ્વભાવને જાળવી રાખવામાં આવે તે જરૂરીછે. ઉમેદવાર અને એજન્ટો ધર્મનો ઉપયોગ કરી શકે નહી. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે ચૂંટણી એક ધર્મનિરપેક્ષ પ્રક્રિયાના ભાગરૂપે છે. આ પ્રક્રિયા  હમેંશા ચાલતી રહે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુકે કોઇ વ્યક્તિ અને ભગવાનની વચ્ચે સંબંધ વ્યક્તિગત મામલો છે. આ મામલે રાજ્યોમાં દરમિયાનગીરી કરી શકાય નહી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો હિન્દત્વ સાથે જોડાયેલી એક અરજી પર સુનાવણી ચલાવતી વેળા આપ્યો હતો. આ પહેલા સામાજિક કાર્યકર તીલ્તા સેલડવાડે  એક અરજીમાં કોર્ટને કેટલીક દલીલો કરી હતી. સાથે સાથે કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી. તેની અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે ધર્મ અને રાજનિતીને મિશ્ર કરી શકાય નહી. બન્નેને અલગ કરવા માટે સીધા આદેશ જારી કરવામાં આવે તેવી માંગ તિસ્તા દ્વારા કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે તેનો ચુકાદો બહુમતીમાં આવ્યો છે.  ધર્મના આધાર ઉપર મત માંગવા માટેની કોઈપણ અપીલ ચૂંટણી કાયદા હેઠળ ભ્રષ્ટાચારી પ્રવૃત્તિમાં આવે છે. ચીફ જસ્ટીસ ટીએસ ઠાકુરના નેતૃત્વમાં સાત જજની બંધારણીય બેચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ચૂંટણી ગેરરીતિઓ સાથે સંબંધિત શ્રેણીબદ્ધ અરજીઓ પર સુનાવણી ચલાવતી વેળા આ આદેશ આપવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ કોઈપણ સમયે જાહેર કરવામાં આવનાર છે ત્યારે સુપ્રિમ કોર્ટે આજે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. લોકપ્રતિનિધિત્વ ધારા (આરએક્ટ)ની કલમ ૧૨૩(૩)નો ઉપયોગ કરતા ધર્મનો ઉલ્લેખ કરતા ચીફ જસ્ટીસ ટીએસ ઠાકુર અને અન્ય ત્રણ જજોએ ૪-૩ની બહુમતી સાથે આ ચુકાદો આપ્યો હતો. આનો મતલબ એ થયો કે ધર્મ અને જાતિના નામ ઉપર મત માંગી શકાય નહીં. ચૂંટણી પ્રક્રિયામાં ધર્મની કોઈ ભૂમિકા હોવી જોઈએ નહીં. સાત જજની બંધારણીય બેચ દ્વારા આ ચુકાદો અપાયો હતો.