Main Menu

ડાંગ જિલ્લામાં આયુષ્યમાન ભારત અને મા અમૃતમ યોજનાની આહવામાં એક માત્ર વર્કીંગ સેન્ટર હોવાથી ગામડે થી આવતા લોકો તરસ્યા ભૂખ્યા લાઈનોમાં ઉભા રહી છતાં કામો થતા નથી

ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગમાં ચાલતી મા અમૃતમ અને આયુષ્યમાન ભારત યોજનાની માહિત તથા કામગીરી ભગવાન ભરોસે ચાલતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.જ્યારે જિલ્લા પંચાયત સ્થિત ‘માં અમૃતમ’ યોજના વિભાગ ઠપ હોય તેવું સ્પષ્ટ જણાઇ આવે છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી કરતા પણ ઉપરી હોય તેવું અભિમાન ધરાવનાર શ્રી કાંત સાધુને કામગીરી મહત્વની નથી પરંતુ પૈસા વધારે વાહલા હોય છે.હાલમાં તેમનો હોદ્દો જિલ્લા DPO-RSBY.
આ અગાઉ પણ આ કર્મચારીને ડી.એચ.ઓ દ્વારા કામગીરી બાબતે તા.19/01/2018 ના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી. નફ્ટ થઈ નોકરી ઉપર હાજર રહી માત્ર દેખાવા કરે છે કામગીરી તો નામ માત્ર જ્યારે કોઈ પણ કર્મચારી સમસ્યા અંગે રજુઆત કરે છે ત્યારે ઉધતાઈ ભર્યું વર્તન કરે છે અને નોકરી કરવું હોય તો કરો મને કોઈ જરૂર નથી મને તો આમ પણ પગાર મળે છે. ડાંગમાં રોજગારી ન હોવાને કારણે મજબૂરીમાં કામ કરતા કર્મચારીઓ પણ હેરાન પરેશાન .
જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલ ઓફીસ પણ બંધ હાલતમાં લાભાર્થીઓ ગામડે થી આવે છે પરંતુ માં અમૃતમ અને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળતો નથી અને કામ ન કરવાને બહાને પૂરતા કાગળો નથી તમારી પાસે અથવા નેટવર્ક નથી કાલે આવજો તેવા વાક્યોથી લાભાર્થીઓને નવાજવામાં આવે છે.
ડાંગ જિલ્લા પંચાયત આ અંગે સજાગ થઈ લાભાર્થીઓને સરળતાથી યોજનાઓનો લાભ મળે તેવું સુલભ આયોજન જરૂરી બન્યું છે જ્યારે જિલ્લા વિકાસ અધિકારી પણ આ અંગે જરૂરી તપાસ હાથ ધરે તો હકીકત બહાર આવે તેમ છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આ અંગે વધુ તપાસ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને શ્રી કાન્ત સાધુને અગાઉ પણ કામગીરી બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.
શ્રી કાન્ત સાધુનો ફોન હમેશા બંધ અવસ્થામાં રહે છે જેથી સંપર્ક થતો નથી.

કર્મચારી તો પોતાનું કામ સમય સર કરતા હોય છે પરંતુ અપરુવ કરવાનું કામ કરતા નથી જયારે આજદિન સુધી 3000 હજાર કરતા પણ ઓછા કાર્ડની કામગીરી કરી હોવાનું બહાર આવે છે.
જિલ્લાના દરેક પંચાયતોમાં ઇ-ગ્રામ આઈડી આપવામાં આવેલ છે