Main Menu

આહવા ખાતે નવ વિકાસ આદિવાસી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત વોઇસ ઓફ ડાંગ સિંગિંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યુ

નવ વિકાસ આદિવાસી ચેરીટેબલ ટ્રસ્ટ આહવા આયોજિત વોઇસ ઓફ ડાંગ ના ફાઈનલ કોમ્પિટિશનમાં ગીત કલાકારોએ અવનવા ગીતો ગાઈને સૌને મંત્રમુગ્ધ કર્યા

ડાંગ માંથી સિંગિંગમાં છુપી કલા પ્રતિમાઓ ને યોગ્ય મંચ પુરો પાડી પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન ના ઉમદા હેતુથી નવ વિકાસ આદિવાસી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત વોઇસ ઓફ ડાંગ સિંગિંગ કોમ્પિટિશન નું આયોજન નવા ઉભરાતા કલાકારો ને આગળ લાવવા માટે કરવામાં આવ્યું હતું જીવનમાં કલાનું ખુબજ મહત્ત્વ છે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કલા છુપાયેલી જ હોય છે પરંતુ આ કલાઓને બહાર લાવવાનો પ્રયાસ એક  સામાજિક જવાબદારી પણ છે નૃત્ય, સંગીત તેમજ ખેલ ક્ષેત્રે આગળ આવવાનો પ્રયાસ કરનારને એક પ્લેટફોર્મ મળે અને અને આવા વ્યક્તિત્વને પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરુ પાડવાનો  નવ વિકાસ આદિવાસી ચેરીટેબલ ટ્રસ્ટ નો પ્રયાસ હતો આહવાના રંગ ઉપવન ખાતે ઠંડક ભરી ગુલાબી રાત્રી એ ફાઈનલ ગાયક કલાકારો એ અલગ અલગ રીતે ગીતો ગાઈને પ્રેકક્ષો ને ડોલાવ્યા હતા કોમ્પિટિશન માં  હિન્દી સોંગ્સ, ગુજરાતી સોંગ્સ સહિત અલગ અલગ ગીતો થી પ્રેક્ષકો ઝુમી ઉઠયા હતા વોઇસ ઓફ ડાંગ સિંગિંગ ના ફાઈનલ કોમ્પિટિશન માં પ્રથમ ક્રમાંકે કરાડ્યાઆંબાની ગ્લેડિ રાની , દ્વિતીય નંબરે ઓગણિયા સોહમ વાંસદા, તૃતીય નંબરે સુરભી ચૌધરી વ્યારા, ચોથા નંબરે ચૌધરી વિવેક ડાંગ, પાંચમા નંબરે ચૌધરી ગુંતા રહ્યા હતા.આવ્યા હતા.દરેક સ્પર્ધકોને પ્રમાણ પત્રો અને ફાઇનલ વિજેતાઓને પુરસ્કાર તેમજ ટ્રોફીઓ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નવ વિકાસ આદિવાસી ચેરીટેબલ ટ્રસ્ટ આહવા ના વિનોદ ભોયે, રામુ માહલા, કાંતિ માહલા, રતન ચૌધરી, સતિસ પવારે ભારે જહેમત ઉઠાવી હતી

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે નવ વિકાસ આદિવાસી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત વોઇસ ઓફ ડાંગ સિંગિંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ચંદ્ર ગુપ્ત મૌર્ય, પોરસ સિરિયલ ના એક્ટર રાહુલ કુમાર અને ગેંગ્સ ઓફ સુરત ફિલ્મ ના એક્ટર પ્રિન્સ વસાવા ની ખાસ ઉપસ્થિતિ રહી હતી