Main Menu

સમગ્ર ગુજરાત માં સબ ડીએફઓ અને રેંજ ફોરેસ્ટ અધિકારીની ખાતાકીય પરીક્ષામાં દક્ષિણ વન વિભાગનાં નવતાડ રેંજનાં ફોરેસ્ટ અધિકારી જીગર પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો

ગુજરાત સરકાર તેમજ ડાંગનું નામ રોશન કર્યુ

ગુજરાત સરકારનાં વન વિભાગ દ્રારા સમગ્ર ગુજરાત માં સબ ડીએફઓ અને રેંજ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારીઓની ખાતાકીય પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં ફરજ બજાવતા રેંજ ફોરેસ્ટ અધિકારી જીગર પટેલ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યુ છે જેઓની કામગીરીથી સમગ્ર ગુજરાત માંથી તેઓને અભિનંદન પાઠવવામાં આવી રહયાં છે
પાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારનાં વન અને પર્યાવપણ વિભાગ દ્રારા તેમનાં ખાતામાં ફરજ બજાવતાં વન અધિકારીઓ જેવા કે સબ ડીએફઓ અને રેંજ ફોરેસ્ટ અધિકારી ખાતાકીય પરીક્ષા તારીખ 22-06-2018 થી તારીખ 24-06-18 સુધી અલગ અલગ સેન્ટરો પર લેવામાં આવી હતી જે પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ફરજ બજાવતાં અંદાજીત 100 થી 150 જેટલાં વન વિભાગનાં અધિકારીઓએ ભાગ લીધો હતો જેમાં દક્ષિણ વન વિભાગનાં હાલ નવતાડ રેંજ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા જીગર પટેલનાંઓએ પણ ભાગ લીધો હતો જે પરીક્ષામાં જીગર લાલજીભાઈ પટેલનો બેઠક નં-77 છે કુલ- 100 ગુણનાં છ પેપરોમાં તેઓએ પેપર-1 માં 76,પેપર નં-2 માં 91,પેપર નં-3 માં 85.5,પેપર નં-4 માં 69,પેપર નં-5 માં 92 અને પેપર નં-6 માં 82 ગુણ મેળવ્યાં છે આમ કુલ ગુણ 600 માંથી 495.5 ગુણ મેળવ્યાં છે આમ રેંજ ફોરેસ્ટ અધિકારી જીગર પટેલે કુલ 82 ટકા થી વઘુ મેળવી સમગ્ર ગુજરાતમાં ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યુ છે સરકાર દ્રારા લેવામાં આવતી વન અધિકારીઓની ખાતાકીય પરીક્ષામાં 80 ટકા કે તેથી વધુ માર્કસ મેળવે તેવા અધિકારીઓને ઈનસેટીવ રૂપે ઈનામ આપવાની યોજના છે રેંજ ફોરેસ્ટ અધિકારી જીગર પટેલનાઓનું ટુક સમયે સરકાર ઈન્સેટીવ ઈનામ આપી સન્માન કરવામાં આવનાર છે નોધનીય છે કે રેંજ ફોરેસ્ટ અધિકારી જીગર પટેલ મુળ અમદાવાદનાં વતની છે જેઓ સરકારની ડાયરેકટર જીપીએસી પરીક્ષા પાસ કરી રેંજ ફોરેસ્ટ અધિકારી તરીકે જોડાયા છે તે પહેલાં તેઓ પોલીસ કોન્સટેબલ તરીકે નોકરી કરતાં હતા જે બાદ તેઓ ખાતાકીય પરીક્ષા પાસ કરી હેડ કોન્ટેબલ બન્યાં હતાં આમં તેઓ પહેલાંથી હોંશીયાર અને પ્રામાણિક છે જેઓનું પ્રથમ પોસ્ટીંગ ડાંગ દક્ષિણ વન વિભાગનાં સાકળપાતળ રેંજ ફોરેસ્ટ અધિકારી તરીકે હતું જયાં તેઓએ ખુબ જ સારી કામગીરી કરી લોકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડયો હતો આમ ડાંગ જિલ્લામાં એક હોશીયાર અને પ્રામાણિક અધિકારીનું પોસ્ટીંગ થતાં સમગ્ર ડાંગનાં લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે