Main Menu

ગલકુંડ—કાંચનધાટ અને વનાર રસ્તો બિસ્માર હાલતમાં

ગલકુંડ—કાંચનધાટ અને વનાર રસ્તો બિસ્માર હાલતમાં લોકોએ વાહનોમાં પસાર થવું મુશ્કેલ છે જ પરંતુ ચાલતા જતાં પણ ખુબ જ તકલીફ પડે છે

ડાંગ જિલ્લાનાં આહવા થી ગલકુંડ મહારાષ્ટ્રને જોડતો કાંચનધાટ રસ્તા માં મસમોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકો હાલાકી ભોગવી રહયાં છે જિલ્લાતંત્ર યોગ્ય પગલાં ભરે એજ પ્રજા અને વાહનચાલકોનાં હિતમાં છે ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા સાપુતારા મુખ્ય રસ્તાને અડીને આવેલ ગલકુંડ-કાંચનધાટ અને વનાર થી મહારાષ્ટ્ર રાજયને જોડતો રસ્તાંનું નવીનીકરણ છેલ્લા પાંચ-સાત વર્ષોથી નહી થતાં રસ્તા પરની કપચી અને ડામર ગાયબ થઈ ગયો છે અને ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયાં છે રસ્તા બિસ્માર હાલતમાં છે રોજ-બરોજ અહિંથી પસાર થતાં અસંખ્ય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે કોઈ મોટી જાનહાની નહિ બને તે પહેલાં જ જિલ્લાતંત્ર યોગ્ય પગલાં ભરે એ જ લોકો તથા વાહનચાલકોનાં હિત માં છે ડાંગ જિલ્લા પચાયતનાં બાધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવિત આ જ મત વિસ્તારનાં છે ગલકુંડ-કાંચનધાટ અને વનાર રસ્તાનાં નવીનીકરણ સમારકામ બાબતે કયારે રજુઆત કરશે તે આવનારો સમય જ બતાવશે હાલ તો ચંદરભાઈનાં રાજમાં લોકો હાલાકી જ ભોગવી રહયાં છે જે હકીકકત છે